સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આગામી એકતા દિવસની ઉજવણી અને પીએમ મોદીના કાર્યક્રમને લઈ શહેર પોલીસ વિભાગ દ્વારા ઇમર્જન્સી કેસમાં પહોંચી વળવા માટેની મોકડ્રિલ યોજવામાં આવી હતી.
આગામી એકતા દિવસની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવનાર છે, જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાશે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે. વડોદરા શહેર પોલીસ વિભાગ અને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે, અને સલામતી અને સુરક્ષાના ભાગરૂપે પગલાં લેવામાં આવી રહ્યા છે. આજરોજ હરણી વારસિયા રોડ પર બેંકર હોસ્પિટલ ખાતે ઇનર્જસીની વિકટ પરિસ્થિતિમાં પહોંચી વળવા માટે એક મોકડ્રિલ યોજવામાં આવી હતી, જેમાં ઇનર્જન્સી વાહનો સાથે પોલીસ કોન્વોય જોડાયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા એરપોર્ટ પર આવશે, અને ત્યાંથી કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જશે. પોલીસ તંત્ર દ્વારા સલામતી અને સુરક્ષાના પગલાં લેવામાં આવી રહ્યા છે, જેથી કાર્યક્રમ સફળતાપૂર્વક યોજી શકાય.

