વડોદરા શહેર માં સવારથી વાદળછાયા વાતાવરણનો અદ્ભુત નજારો.. રાજ્યમાં માવઠાથી અનેક જિલ્લામાં નુકસાન પહોંચ્યુ છે, ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયુ છે. ગ્રામ્ય વિસ્તારોની સાથે સાથે શહેરી વિસ્તારોમાં પણ માવઠાની શરૂઆત થઇ ગઇ છે. આજે સવારથી જ વડોદરામાં શહેરમાં કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. ગુજરાતમાં હવામાનમાં જોરદાર પલટો આવ્યો છે, શિયાળામાં ચોમાસા જેવો માહોલ છવાયો છે. તાજા અપડેટ પ્રમાણે, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત બાદ હવે ઉત્તર ગુજરાત પર માવઠાનો મારો શરૂ થયો છે. છેલ્લા 24 કલાકથી બનાસકાંઠા જિલ્લામાં માવઠાનો માર યથાવત છે. વડોદરા શહેરમાં પણ વાદળછાયા વાતાવરણનો અદ્ભુત નજારો જોવા મળ્યો હતો. શહેરી જનો મૂંઝવણ માં જોવા મળ્યા. છત્રી રેનકોટ પહેરવું કે ઠંડી થી બચવા માટે જેકેટ પહેરવું.. વડોદરા શહેરમાં વાદળછાયુ વાતાવરણ વહેલી સવારથી જોવા મળ્યું હતું..

