સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતી નિમિત્તે સરદારધામ અને પાટીદાર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને સુતરની અંતિ નો હાર અર્પણ કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી….
આજે સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મ જયંતી નિમિત્તે એકતાનગર ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે સાથે ભારતભરમાં સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતી નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સરદાર ધામ અને પાટીદાર સમાજ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જયંતી નિમિત્તેન ડેરી ડેન પાસે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમાને સુતરની અંતિ નો હાર અર્પણ કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સરદાર ધામ ના અગ્રણીઓ સાથે પાટીદાર સમાજના યુવાનો અને મહિલાઓ એ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને તેઓ દ્વારા કરેલા કાર્યોને નમન કરી યાદ કરવામાં આવ્યા હતા…

