સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતી નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી..
સરદાર વલ્લભભાઈ પટેલ ની 150 ની જન્મ જયંતી નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ એકતા નગર ખાતે સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી ભારતભરમાં સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સયાજીગંજ વિસ્તારમાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પા અર્પણ કરવામાં આવી હતી વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ, વિપક્ષના નેતા અમીબેન રાવત, સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને કોંગ્રેસના નગરસેવકો એ સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી સાથે સરદાર વલ્લભભાઈ પટેલે કરેલા કાર્યો ને યાદ કરી તેઓને નમન કરવામાં આવ્યા હતા

