વિસાવદર : તાજેતરમાં જ વિસાવદર ખાતે સરદાર પટેલ સેવાદળ દ્વારા સરદાર પટેલ ચોક વિસાવદર ખાતે અખંડ ભારતના શિલ્પી તેમજ લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલ ની ૧૫૦ મી જન્મજયંતિ રાષ્ટ્રીય એકતા દિવસ ની ઉજવણી કરવામાં આવેલ. જે અંતર્ગત ઉપસ્થિત પદાધિકારીઓ, શહેર અગ્રણીઓ,વિસાવદર સરદાર પટેલ સેવાદળના હોદેદારો તેમજ સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ વિગેરે દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા ને પુષ્પમાળા અર્પણ કરી સરદાર વલ્લભભાઈ પટેલ અમર રહો તેમજ ભારતમાતાની જય ના નારાઓ સાથે સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જયંતિ ની રંગા રંગ ઉજવણી કરવામાં આવેલ.આ પ્રસંગે જુનાગઢ જીલ્લા શિક્ષણ સમિતી વિરેન્દ્રભાઈ સાવલિયા,વિસાવદર સરદાર પટેલ સેવાદળ ના પ્રમુખ રમણીકભાઈ દુધાત્રા, વિસાવદર સાયોના ગ્રુપ ના પ્રમુખ ઘનશ્યામ ભાઈ સાવલિયા ,ભાજપ અગ્રણી ભરતભાઈ સોલંકી, વરિષ્ઠ પત્રકાર સી.વી. જોશી વિસાવદર રોટરી કોમ્યુનિટી કોપર્સના પૂર્વ પ્રેસિડેન્ટ કૌશિકપુરી ગૌસ્વામી, વિસાવદર તાલુકા પંચાયત પૂર્વ સદસ્ય અશ્વિનભાઈ નિમાવત, ગણપતિ ઉત્સવ સમિતિ ના સંચાલક સુરેશભાઇ સાદરાણી, પત્રકાર શ્યામ ચાવડા, નારણભાઈ વાછાણી સહિતના ઉપસ્થિત રહેલ.
સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા વિસાવદર સરદાર પટેલ સેવાદળ ના પ્રમુખ રમણીકભાઈ દુધાત્રા ના માર્ગદર્શન હેઠળ સરદાર પટેલ સેવાદળ ના મહામંત્રી જેન્તીભાઇ ખૂંટ, ખજાનચી અતુલભાઈ રાણપરીયા, મેમ્બર્સ જયસુખભાઈ રતનપરા, નાથાભાઈ વસોયા,સુરેશભાઈ ભુવા, ધનશ્યામભાઈ માંડણકા તેમજ ધનશ્યામભાઈ ભાલાળા સહિતના ઉપસ્થિત રહી સહભાગી બનેલ.

