40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઈમાં સમસ્ત 28 ગામ માછી સમાજ દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું

ડભોઇ સત્તર ગામ પટેલ વાડી ખાતે શ્રી સમસ્ત 28 ગામ માછી સમાજ દ્વારા વર્ષ 2024-25 ના 1 સન્માન સમારંભ તેમજ ઈનામ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

ડભોઈ ખાતે શ્રી સમસ્ત 28 ગામ માછી સમાજ દ્વારા વર્ષ 2024-25 ના તેજસ્વી – તારલાઓનું સન્માન સમારંભ તેમજ ઈનામ 1 વિતરણનો કાર્યક્રમ ડભોઈની સત્તર ગામ પટેલ -વાડી ખાતે યોજવામાં આવ્યો હતો. ડભોઈના ધારાસભ્ય ના વરદ હસ્તે સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન તેમજઇનામ વિતરણ કરાયું હતું. આ પ્રસંગે દીપ પ્રાગટ્ય માં રેવા આશ્રમ કરનાળી ના મહંત રજનીભાઈ પંડ્યા તેમજ સમાજના પ્રમુખ જયંતીભાઈ શંકરભાઈ માછી બીપીનભાઈ માછીના વરદ હસ્તે કરાયું હતું. આ પ્રસંગે મેહુલભાઈ વિનુભાઈ માછી,મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે વડોદરા માછી સમાજના મહામંત્રી અશોકભાઈ માછી, મહામંત્રી ગોપાલભાઈ માછી, તેમજ પ્રકાશ કુમાર માછી દ્વારા કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં માછી સમાજના આગેવાનો યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમાજના યુવકો સમાજનું ગૌરવ વધારે અને તેમને શિક્ષણ પ્રત્યે પ્રગતિ કરવા માટે માર્ગદર્શન મળી રહે તે હેતુ સાથે તેજસ્વી તારલાઓનું સન્માન તેમજ ઈનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Related posts

મૉ ભોમની રક્ષા કરતા દેશના જવાનો માટે ડભોઇ દશાલાડ સમાજ ટ્રસ્ટ‌ વડોદરા દ્વારા‌ રાખડીઓ મોકલી.

admin

GASFC યુનિવર્સિટી દ્વારા છઠ્ઠો દિક્ષાંત સમારોહ યોજાયો

admin

15 ઓગસ્ટ 79 સ્વતંત્ર દિવસ નિમિતે મિશન સ્માઈલ ફાઉન્ડેશન દ્વારા બલ્ડ કેમ્પનું આયોજન

admin

Leave a Comment