વડોદરા શહેરના સૌથી વિશાળ બહોળો સમુદાય ધરાવતો ડભોઇ દશાલાડ સમાજ ટ્રસ્ટ વડોદરા દ્વારા ડભોઇ દશાલાડ ભવન ખાતે સતત ચોથા વર્ષે દેશની સરહદો પર ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં અને ગમે તે ઋતુઓમાં દેશની સુરક્ષા માટે અડીખમ ખડે પગે રહેતા વીર જવાનો માટે પ્રમુખ દિલીપભાઈ શાહ ના નેજા હેઠળ કારગીલ , પાકિસ્તાન , લદાખ, દેશની સરહદ ઉપર સુરક્ષા કરતા જવાનો માટે રક્ષાબંધન પર્વના પૂર્વાર્ધમાં ભાઈ બહેન નો અતૂટ પ્રેમ કેવો હોય , મહિલાઓ પોતાના ભાઈ સમાન જવાનોની રક્ષા માટે રાખડીઓ મોકલીને અમારા વીરોઓની રક્ષા કરશો એવી પ્રભુને પ્રાર્થના કરીને 11000 થી પણ વધુ તિરંગા કલરની વિવિધ જાત ભાતની રાખડીઓ સંજયભાઈ બછવાની ને રૂબરૂમાં આપીને મોકલવામાં આવી આ પ્રસંગે સમાજ ટ્રસ્ટના આગેવાનો મુકેશભાઈ મઠીયા, બાબુદલાલ, સંજય શાહ નિલેશશાહ,અમરીશભાઈ ,દુષ્યંતભાઈ વકીલ , મનોજ શાહ ,મીડિયા કમિટીના રાજેન્દ્ર.જે. શાહ , ભવન ના કર્મચારીઓ અશોકભાઈ શાહ દીપકભાઈ શાહ સમગ્ર કારોબારીની ટીમ વિગેરે ઉપસ્થિત રહીને સુંદર કાર્યક્રમનું આયોજન જોવા મળ્યું. આ કાર્યક્રમ અન્ય સમાજ માટે પ્રેરક અને પ્રેરણા રૂપ રાષ્ટ્રના ઉત્કર્ષ ,ઉત્થાન, વિકાસમાં સહયોગ કેવી રીતે અપાય તે ડભોઇ દશાલાડ સમાજ ટ્રસ્ટ વડોદરા દ્વારા સ્તૃત્ય કાર્ય જોવા મળ્યું. પ્રમુખ દિલીપભાઈ શાહે કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉપસ્થિત બહેનો કારોબારી, ટ્રસ્ટીઓ, માજી પ્રમુખો ભવના હોદ્દેદારો તમામનો સહકાર આપવા બદલ આભાર માન્યો હતો.

