43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના આજવા રોડ પરથી નશાકારક કફ સીરપના જથ્થા સાથે ક્રાઈમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ કરી

વડોદરામાં નશાકારક કફ સીરપનો જથ્થો ઝડપાયો
આજવા રોડ પરથી નશાકારક કફ સીરપના જથ્થા સાથે ક્રાઈમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ કરી, 12,941 રૂપિયાની કિંમતની 11 બોટલ જપ્ત

યુવાનોને ડ્રગ્સ અને નશીલા પદાર્થોની લતથી મુક્ત કરવા વડોદરા શહેર પોલીસની ઝુંબેશ યથાવત છે. વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે આજવા રોડ, દત્તનગર વિસ્તારમાં દરોડો પાડી નશાકારક કફ સીરપની 11 બોટલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. આ કફ સીરપમાં નાર્કોટિક ઘટક હોવાથી NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, દત્તનગર, સયાજીપાર્ક પાસે આજવા રોડ પર રહેતા મનજીતસિંગ કતારસિંગ સિકલીગર (ઉ.વ. 36) નામનો ઇસમ પોતાના ઘરમાં નશાકારક કફ સીરપનો જથ્થો છુટક વેચાણ માટે સંતાડીને રાખે છે. આ માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે તુરંત રેઇડ પાડી હતી. ઘરમાંથી લોખંડના કબાટ પાસેની થેલીમાંથી Rx Triprolidine Hydrochloride & Codeine Phosphate Syrupની કુલ 11 બોટલ મળી આવી હતી, જેની કુલ કિંમત રૂ. 12,941થાય છે.

આ દવામાં કોડીન નામનો નાર્કોટિક ઘટક હતું અને તેનું વેચાણ વગર લાઇસન્સે ગેરકાયદે છે. આરોપી પાસે કોઈ પરવાનગી કે લાઇસન્સ ન હોવાનું તપાસમાં જણાઈ આવ્યું હતું. આરોપી મનજીતસિંગ સિકલીગરની સામે NDPS એક્ટની જોગવાઈ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે

આરોપીનો ગુનાહીત ઇતિહાસ :

આરોપી અગાઉ ચોરીના કુલ 4 ગુનામાં સીટી, વારસિયા, સમા અને મકરપુરા પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલો છે.

Related posts

પીપલ્સ યુથ ક્લબ દ્વારા વોલીબોલ ટુના મેચ 2025નું ડભોઇના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે ટુના મેચનો પ્રારંભ કરવામાં આવ્યો…

admin

વડોદરા શહેર નાં છાણી વિસ્તારમાં એક અનોખા સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

admin

વડોદરામાં ગણેશજીની આગમન યાત્રાને લઇને ચાલતી મૂંઝવણનો આજે અંત આવ્યો

admin

Leave a Comment