43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ભાજપ વડોદરા મહાનગર દ્વારા રાષ્ટ્રગીત “વંદે માતરમ્”ના 150 વર્ષ પૂર્ણ પર નિમિત્તે “સમૂહગાન”નું આયોજન કરાયું

ભાજપ વડોદરા મહાનગર દ્વારા કીર્તિ મંદિર ખાતે રાષ્ટ્રગીત વંદે માતરમ્ ના 150 વર્ષ પૂર્ણ પર નિમિત્તે “સમૂહગાનનું આયોજન કરાયું. ભારતનું રાષ્ટ્રગીત, વંદે માતરમ, 7 નવેમ્બર 1875ના રોજ અક્ષય નવમીના શુભ પ્રસંગે બંકિમ ચંદ્ર ચેટર્જી દ્વારા લખવામાં આવ્યું હતું. તે સૌપ્રથમ તેમની નવલકથા આનંદમઠના ભાગ રૂપે તેમના મેગેઝિન બંગદર્શનમાં પ્રકાશિત થયું હતું. પીએમ મોદીએ ગુરુવારે રાત્રે X પર લખ્યું – “7 નવેમ્બર, દેશવાસીઓ માટે એક ઐતિહાસિક દિવસ છે. આપણે વંદે માતરમ ગીતના ગૌરવશાળી 150 વર્ષની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ. આ પ્રેરણાદાયી હાકલથી દેશની પેઢીઓ દેશભક્તિની ભાવનાથી ભરાઈ ગઈ છે. આ ખાસ પ્રસંગે સવારે 9:30 વાગ્યે દિલ્હીમાં એક કાર્યક્રમમાં હાજરી આપવાનું મને સૌભાગ્ય મળશે. અહીં એક સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કો પણ બહાર પાડવામાં આવશે. વંદે માતરમનું સામૂહિક ગાન આ કાર્યક્રમનું મુખ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભાગરૂપે આજે ભાજપ વડોદરા મહાનગર દ્વારા કીર્તિ મંદિર ખાતે રાષ્ટ્રગીત વંદે માતરમ્ ના 150 વર્ષ પૂર્ણ પર નિમિત્તે “સમૂહગાનનું આયોજન કરાયું. જેમાં ભાપના ના અધ્યક્ષ, રાવપુરા વિધાન સભાના દંડક, સ્થાનિક નગર સેવકો, ભાજપના નેતાઓ, અને કાર્યકરો હાજર રહ્યા હતા અને સમૂહ રાષ્ટ્રગીત વંદે માતરમ્ ગાન નું આયોજન કરવામાં આવ્યું હતું.

Related posts

માંજલપુર વિસ્તાર માં સ્પંદન સર્કલ ચાર રસ્તા ટ્રાફિક સિગ્નલ મૂકવાની માંગણી સિંગલ મૂકવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી

admin

વડોદરાના દરબાર ચોકડી વિસ્તારમાં યુવકનો આત્મહત્યાના પ્રયાસને ફાયર-પોલીસે નિષ્ફળ બનાવ્યો

admin

ડભોઈમાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ખુશી અને ગરબા આયોજકોમાં ટેન્શનમાં.

admin

Leave a Comment