Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇ એપીએમસીની ચૂંટણીમાં ૩૦ વર્ષ બાદ ભગવો લહેરાયો

ડભોઈ એપીએમસીની ૧૦ બેઠકમાંથી છ પર ભાજપા અને ચાર કોંગ્રેસે જીતી ડભોઈ એપીએમસી ચૂંટણી ૭૭૦ નું મતદાન થયું હતું જો કે ઉમેદવારોને તો ૭૦૭ જ મત મળ્યા અને નોટા ૬૩ મતદારોએ નોટાનો ઉપયોગ કર્યો હતો ડભોઈ એપીએમસીમાં ૩૦ વર્ષ સ્ટોર રેકોર્ડ તોડવામાં આવ્યો છે. જેમા કોંગ્રેસની પેનલ જીતી શકી ના હતી. કોંગ્રેસની ચાર અને ભાજપની છ બેઠકો મળી હતી. સવારથી મતગણતરી ચાલતી હતી મોડી સાંજ સુધીને મતગણતરીનું પરિણામ આવતા જ કહી ખુશી કહી ગમ જોવા – મળ્યો હતો. છેલ્લા ૩૦ વર્ષથી કોંગ્રેસ – | એપીએમસીમાં જીતતી હતી. ૩૦ વર્ષનો રેકોર્ડ તોડવામાં આવ્યો

ભાજપની ૬ અને કોંગ્રેસની ૪ ચાર બેઠકો પર – જીત થઈ છે. ભાજપનો ૧૦ માંથી ૬ – બેઠકો પર વિજય થયો છે. ખેડૂત હિત – રક્ષક પેનલના ૪ સભ્યોનો વિજય થયો હતો. સતત ૮મી વખત દિલીપ નાગજીનો વિજય ૪૧૦ મતો મળ્યા હતા. પ્રથમ વખત દિલીપ નાગજીની પેનલ એપીએમસીમા તૂટી મોટી – સંખ્યામાં સમર્થકોએ નવા સભ્યોને વધાવ્યા હતા. પટેલ દિલીપભાઈ
નાગજીભાઈ ૪૧૦ મત, પટેલ કલ્પશભાઈ વિઠ્ઠલભાઈ ૩૯૫ મત, પટેલ ભરતભાઈ બાયાલાલ ૩૯૨ મત, પટેલ ગોશંગભાઈ કનુભાઈ ઉર્ફે જીગો ૩૭૪ મત, પટેલ ધિરેનકુમાર ઈન્દ્રવદનભાઈ ૩૭૪ મત, પટેલ દિકખત ભાઈ મહેન્ક ભાઈ ૩૯૫ મત, પટેલ ઉમેશભાઈ રમણભાઈ ૩૯૯ મત, પટેલ મુકુન્દભાઈ કંચનભાઈ ૩૪૩ મત, પટેલ વિષ્ણુભાઈ પ્રાણજીભાઈ ૩૪૯ મત, પટેલ ધવલકુમાર જશભાઈ ૩૪૫ મત, ડભોઈના ધારાસભ્ય શૈલેશ મહેતાએ વારંવાર જણાવ્યું હતું ભાજપની આખી પેનલ આવશે પણ પેનલ તોડી છ સભ્યભાજપના અને ચાર સભ્યો કોંગ્રેસના આવ્યા છે પહેલેથી જાહેર મંચ પર કીધું હતું. કેટલાક ભાજપના ફૂટેલા કારતુસો છે શૈલેષ મહેતાની વાત સાચી લાગે છે. ડભોઈ એપીએમસીમાં વરસોથી કોંગ્રેસના દિલીપ નાગજીનો દબદબો હતો. પરંતુ આ વખતે તેઓ પોતાના સમર્થકો સાથે ભાજપામાં જોડાયા હતા. અને ભાજપાની પેનલમાંથી ચૂંટણી લડ્યા હતા. જેના કારણે કોંગ્રેસની પેનલને ભાજપાના બળવાખોરોએ ટેકો આપ્યો હતો. અને શૈલેષ મહેતાની એક બેઠક તો જીતી બતાવો તેવા દાવાની હવા કાઢી નાંખી ચાર બેઠક જીતી લીધી હતી.

Related posts

શહેરમાં રોગચાળાએ ફફડાટ ફેલાવતા સ્થાયી સમિતિ અધ્યક્ષે તમામ અધિકારીઓ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી

admin

સુરતના હજીરામાં વર્ષના અંતિમ દિવસના અંતિમ કલાકોમાં જ આગની દુર્ઘટના સર્જાતા ચાર કર્મચારીઓના મોત

admin

પી.એમ.કિસાન યોજનાના લાભાર્થી કુલ ૨,૦૪,૦૬૧ ખેડૂતો પૈકી માત્ર ૨૦૭૩૫ ખેડૂતોએ કરાવી નોંધણી

admin

Leave a Comment