33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના ફાજલપુર વિસ્તારમાં ફરી એકવાર દારૂનો મોટો જથ્થો પકડવામાં પોલીસને સફળતા મળી

વડોદરાના ફાજલપુર વિસ્તારમાં ફરી એકવાર દારૂનો મોટો જથ્થો પકડવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે ડ્રાઇવરની અટકાયત કરી બે જણાને વોન્ટેડ જાહેર કર્યા છે.

ફાજલપુર તરફ દારૂનો મોટો જથ્થો સપ્લાય થનાર હોવાની વિગતોને પગલે નંદેસરી પોલીસની ટીમ દ્વારા વોચ રાખવામાં આવી હતી. જે દરમિયાન રજીસ્ટ્રેશન વગરના નવા જ ટેમ્પાનું ચેકિંગ કરતા અંદરથી બિયરના 1392 ટીન અને વિદેશી શરાબની 660 બોટલ મળી કુલ રુ 5.90 લાખનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટેમ્પામાંથી સંજય મનુભાઈ પરમાર (દેહમી ગામે બહેનના ઘેર,બોરસદ મૂળ ઓડ ગામ આણંદ)ને ઝડપી પાડ્યો હતો. પોલીસે કુલ રૂ.13.95 લાખનો મુદ્દામાલ કબજે કરી દારૂના સપ્લાય કરનારની વિગતો મેળવવા તજવીજ હાથ ધરી છે. દારૂનો જથ્થો દેહમી ગામના મહેશ વિનોદભાઈ ગોહિલ દ્વારા મંગાવવામાં આવ્યો હોવાની વિગતો મળતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

Related posts

પૂરગ્રસ્તોએ મહિલા કાઉન્સિલરને લીધા આડેહાથ

admin

નવલખી કૃત્રિમ તળાવમાંથી મહાકાય કાચબાનું રેસ્કયુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ…

admin

વડોદરા શહેરના અટલાદરા ચેકપોસ્ટ પાસેથી પસાર થઈ રહેલી એક કાર ભુવામાં ખાબકી

admin

Leave a Comment