અંકલેશ્વરમાં સનસનીખેજ ઘટના: મૌલવીએ ધર્માંતરણની ધમકી આપી હિંદુ મહિલા પર આચર્યું દુષ્કર્મ
અંકલેશ્વર ના મૌલવીએ હિંદુ મહિલાને ધર્માંતરણની ધમકી આપી દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ
અંકલેશ્વરના છેવાડાના ગામમાં મદ્રેસાના મૌલવીએ હીંદુ મહિલાને ધર્માંતરણની ધમકી આપી દુષ્કર્મ કર્યું હોવાની ઘટના સામે આવી છે. પાનોલી પોલીસે આરોપી મૌલવીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વરના છેવાડે અને સુરત જિલ્લાને અડી ને આવેલ એક ગામમાં રહેતી હિંદુ મહિલાનો પરિચય તેની અન્ય બહેનપણી થકી મુલાકાત બાદ મૌલવી અઝ્વદ બેમાતના જોડે થયો હતો.
જે બાદ વારંવાર મહિલાને મૌલવી એ મેસેજ મોકલવાની તેમજ કોલ કરી વાતચીત કરવાની શરૂઆત કરી હતી. તેણે અને લગ્ન લાલચ આપી મહિલાઓને ત્રણ વાર મુલાકાત કરી હતી જે બાદ લગ્ન કરી લેવા કહેતો હતો દરમિયાન ગત 9 મી નવેમ્બર ના રોજ મદ્રેસા ખાતે આવેલ ઘેર બોલાવી હતી. અને તેને પાણી પીવડાવ્યું હતું જે બાદ મહિલા અર્ધ બેભાન જેવી થઇ જતાં તેની મરજી વિરુદ્ધ બે વખત દુષ્કર્મ કર્યું હતું
જે બાદ વારંવાર મહિલાને મૌલવી એ મેસેજ મોકલવાની તેમજ કોલ કરી વાતચીત કરવાની શરૂઆત કરી હતી. તેણે અને લગ્ન લાલચ આપી મહિલાઓને ત્રણ વાર મુલાકાત કરી હતી જે બાદ લગ્ન કરી લેવા કહેતો હતો દરમિયાન ગત 9 મી નવેમ્બર ના રોજ મદ્રેસા ખાતે આવેલ ઘેર બોલાવી હતી. અને તેને પાણી પીવડાવ્યું હતું જે બાદ મહિલા અર્ધ બેભાન જેવી થઇ જતાં તેની મરજી વિરુદ્ધ બે વખત દુષ્કર્મ કર્યું હતું.
મહિલાને ભાન આવતા જ મુસ્લિમ ધર્મ અપનાવી લેવા અને ધર્મ અંગીકાર નહિ કરે તો બદનામ કરવાની તથા તેના બાળકોને જાન થી મારી નાખવાની ધમકી આપી હતી. ઘટના બાદ મહિલાએ મૌલવી સામે પાનોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી મૌલવીની ધરપકડ કરી હતી. હાલ તો બંનેના તબીબી પરિક્ષણ કરાવવામાં આવ્યાં છે

