સંવિધાન ગૌરવ દિવસ નિમિતે ભાજપના નમો કમલમ કાર્યાલય ખાતે અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સંવિધાનનું પૂજન કરવામાં આવ્યું હતું.
ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સંવિધાન ગૌરવ દિવસની ઉજવણી ના ભાગરૂપે સંવિધાન પૂજન નો કાર્યક્રમ શહેર ભાજપ કાર્યાલય નમો કમલમ્ ખાતે રાખવામાં આવ્યો હતો.નમો કમલમ કારેલીબાગ ખાતે વડોદરા મહાનગર અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સંવિધાનનું પૂજન કરવામાં આવ્યું હતું.જેમાં શહેર પ્રમુખ જય પ્રકાશ સોની,પૂર્વ ડેપ્યુટી મેયર જીવરાજ ચોહાણ ,કાઉન્સિલર રશ્મી વાધેલા પરાક્રમ સિંહ જાડેજા સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા.

