ડભોઇના કડિયા વાર વિસ્તારમાં ફરજ બજાવતા વધુ એક BLOની તબિયત લથડી હોવાનો બનાવ સામે આવ્યો છે. મુસ્તાક મન્સૂરી નામના BLO ફિલ્ડમાં કામગીરી દરમિયાન અચાનક બેભાન થઈ પડ્યા હતા.
ઘટનાની જાણ થતાં જ ટીમ દ્વારા તેમને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલમાં તેમની સારવાર ચાલુ છે. પ્રાથમિક અંદાજ મુજબ ઊંચા બ્લડ પ્રેશરના કારણે તેઓ બેભાન થયા હોવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.
બે દિવસ પૂર્વે મામલતદાર અને ચીફ ઓફિસર દ્વારા BLOઓને લઈને બેઠક યોજવામાં આવી હતી, જેમાં મેદાની ફરજો અને કામગીરી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. છતાં મેદાનમાં સતત દોડધામ અને તાણને કારણે BLOઓના સ્વાસ્થ્ય પર પ્રભાવ પડી રહ્યો હોવાનો મુદ્દો ફરી ચર્ચાસ્પદ બન્યો છે.

