40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

સયાજી હોસ્પિટલ કરુણા વોર્ડ દ્વારા નિરાધાર લોકોને આશ્રય આપતી સંસ્થાનું સન્માન….

મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ સયાજી હોસ્પિટલના કરુણા વોર્ડ માં નિરાધાર અને નિરાશ્રિત દર્દીઓ ની સારવાર થાય છે. જે સારવાર બાદ આ દર્દીઓને આશ્રય આપતી સેવાભાવી સંસ્થાઓનું બહુમાન કરવા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં નિરાધાર અને નિરાશ્રિત દર્દીઓ ની સારવાર અર્થે કરુણા વોર્ડ બનાવવામાં આવ્યો છે. રસ્તા પર રહેતા કે તરછોડી દેવાયેલા બીમાર દર્દીઓને આ કરુણા વોર્ડમાં સારવાર સાથે સાથે પ્રેમ પણ પીરસાય છે. સાથે જ આ દર્દીઓ જ્યારે સાજા થઈ જાય ત્યારબાદ આ લોકોને આશ્રય સ્થાન મળે તે હેતુથી સયાજી હોસ્પિટલ સાથે કેટલીક સેવાભાવી સંસ્થાઓ આગળ આવી છે. અને સાજા થયેલ દર્દીને આશ્રય આપી આ સેવાભાવી સંસ્થાઓ તેમને રહેવા ખાવા પીવાય તેવી સુવિધાઓ પણ પૂરી કરે છે. ત્યારે આજરોજ સયાજી હોસ્પિટલના કરુણા વોર્ડમાં આ તમામ સેવાભાવી સંસ્થાઓના પ્રતિનિધિઓને પુષ્પગુચ્છ, અને ધાર્મિક પુસ્તકો અર્પણ કરી તેઓને સન્માનિત કરાયા હતા.

સેવાભાવી સંસ્થાઓ ને પ્રોત્સાહન મળે તે હેતુથી યોજાયેલ આ સન્માન સમારંભમાં ઉપસ્થિત સર્વ સંસ્થાના પ્રતિનિધિઓ એ આવા સેવા ભાવિ કાર્યમાં જોડાવા લોકોને અપીલ કરી હતી.

Related posts

વડોદરા શહેરના મધ્યસ્થ એસ.ટી.ડેપો માંથી મળી આવ્યો માદક પદાર્થનો જથ્થો..

admin

બરોડાએ મુંબઈને હરાવ્યું – 2023-24 સિઝન માટે ડિફેન્ડિંગ રણજી ટ્રોફી ચેમ્પિયન્સ અને ઈરાની કપ 2024-25ના વિજેતા

admin

વડોદરા શહેરની દીકરી નિશાકુમારીએ ગત વર્ષે મે મહિનામાં વિશ્વના સૌથી ઉંચા એવરેસ્ટ શિખરને સર કર્યા બાદ હવે ભારત થી લંડન સુધીનો સાયકલ પ્રવાસ કરશે.

admin

Leave a Comment