Genius Daily News
ભરુચભરુચ જિલ્લો

ભરૂચ જિલ્લાના જંબુસર નજીક દરિયામાં બોટ પલટી : લાઈવ દ્રશ્યો સામે આવ્યા

જંબુસર: ભરૂચ જિલ્લાના જંબુસર નજીક આજે દરિયામાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. દરિયામાં એક બોટ પલટી જતા ઘટના સ્થળના જીવંત (લાઈવ) દ્રશ્યો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

પ્રાથમિક માહિતી મુજબ, દરિયામાં ભરતીનું પાણી અચાનક વધી જતાં બોટનું સંતુલન બગડી ગયું અને બોટ ઊંઘી વળી ગઈ.
આ બોટ ONGC કંપનીના ઓઇલ સર્વે માટે એશિયન એનર્જી કંપનીના કોન્ટ્રાક્ટ અંતર્ગત કામદારોને લઈ જતી હતી.

દુર્ઘટનામાં 1 કામદારનું મોત નીપજ્યું છે, જ્યારે 30 જેટલા કામદારોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે.
રેસ્ક્યુ ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી બચાવકાર્ય હાથ ધર્યું હતું.

આ ઘટનાને પગલે સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે અને સંબંધિત વિભાગ દ્વારા પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી છે.

Related posts

વાલિયાના ડહેલી નજીકનું ડાયવર્ઝન કીમ નદીના ધસમસતા પ્રવાહના કારણે ધોવાઈ જતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો

admin

ભરૂચ એલસીબીએ વિદેશી દારૂ ભરેલ વૈભવી ગાડી સાથે એક ઇસમને 3.75 લાખના મુદ્દામાલ સહિત ઝડપી પાડ્યો

admin

અંકલેશ્વર: પર્યાવરણ બચાવવા ઉદ્યોગ મંડળ અને નોટિફાઇડ ઓથોરિટીની અનોખી પહેલ, કૃત્રિમ કુંડ બનાવાયા

admin

Leave a Comment