Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના છાણી રોડ પર આવેલા ખુલ્લા ગ્રાઉન્ડમાં એસ.ઓ.જી. ટીમે 2.26 લાખનું હેરોઇન જપ્ત કર્યું

વડોદરામાં એસ.ઓ.જી.ની મોટી કાર્યવાહી: 2.26 લાખનું હેરોઇન જપ્ત, એક ઈસમ રંગેહાથ ઝડપાયો

વડોદરા શહેરના છાણી રોડ પર આવેલા ભારત પેટ્રોલપંપની સામે ખુલ્લા ગ્રાઉન્ડમાં એસ.ઓ.જી. ટીમે ચોક્કસ બાતમીના આધારે રેડ કરી મોટી સફળતા મેળવી છે.

રેડ દરમિયાન હરજીન્દરસિંહ ઉપર્ફે બોબી સરદાર નામનો ઈસમ 11 ગ્રામ 320 મિ.ગ્રા. હેરોઇન સાથે રંગેહાથ ઝડપાયો, જેની બજાર કિંમત રૂ. 2,26,400 જેટલી થાય છે.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આરોપી દરરોજ ડ્રાઇવરોને હેરોઇનની પડીકીઓ વેચતો હતો.
પોલીસે તેના પાસેથી એક મોબાઇલ ફોન અને રૂ. 3,300 રોકડ મીલાવી કુલ રૂ. 2,34,700 નો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ બનાવે છાણી પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. હેઠળ ગુનો નોંધાયો છે.

Related posts

ઉતરાયણ પર્વ નિમિત્તે વડોદરામાં 108 એમ્બ્યુલન્સને ૩૨૮ ઈમરજન્સી કોલ મળ્યા

admin

સુશિલ અગ્રવાલે વડોદરા જિલ્લાના પોલીસ અધિક્ષક તરીકેનો ચાર્જ સંભાળ્યો

admin

વડોદરામાં તહેવારને લઈને શહેર પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું

admin

Leave a Comment