35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા મહાનગરપાલિકા દ્વારા ખાડાનું યોગ્ય રીતે પુરાણ ન કરતાં ફતેપુરા વિસ્તારમાં ચોખા ભરેલો એક ટ્રક ખાડામાં ફસાયો

વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાં ચોખા ભરેલો એક ટ્રક ખાડામાં ફસાઈ જતાં અફરાતફરી મચી ગઈ હતી. માહિતી મુજબ હરિયાણાથી ચોખા લઈને આવેલો ટ્રક ફતેપુરા વિસ્તારમાં આવેલ ચોખાના ગોડાઉન ખાતે માલ ઉતારવા પહોંચ્યો હતો.

આ વિસ્તારમાં પાણીની લાઇનની કામગીરી માટે ખાડો ખોદવામાં આવ્યો હતો. પાણી લાઇનનું કામ પૂર્ણ થયા બાદ પણ વડોદરા મહાનગરપાલિકા (VMC) દ્વારા ખાડાનું યોગ્ય રીતે પુરાણ કરવામાં આવ્યું ન હતું. જેના કારણે માર્ગ પર જોખમી સ્થિતિ સર્જાઈ હતી.

ગોડાઉન પાસે ટ્રક રિવર્સ લેવા જતા અચાનક ખાડામાં ટ્રક ફસાઈ ગયો હતો. સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી, પરંતુ આ ઘટનાને પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ તંત્રની બેદરકારી સામે પ્રશ્નો ઉઠાવી વહેલી તકે રસ્તાની મરામત કરવાની માંગ કરી છે.

Related posts

ગીતા જયંતિ નિમિતે વડોદરા શહેરના પ્રતાપનગર રોડ પર આવેલા ગીતા મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

admin

ગોરવામાં આઇટીઆઈ પાસે લુખ્ખા તત્ત્વોનો વિડિયો વાયરલ થતા પોલીસ એક્શન મોડમાં

admin

માછીમારી માટે ગયેલા આધેડને મગર ખેંચી જવાની ઘટના બની શોધખોળની લાંબી પ્રક્રિયા બાદ મૃતદેહ મળી આવ્યો

admin

Leave a Comment