Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

બંધ મકાનના કમ્પાઉન્ડમાં PCBની રેડ, સંતાડી રાખેલો દારૂનો જથ્થો ઝડપાયો

વડોદરા: આગામી થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણીને લઈને બુટલેગરો સક્રિય બન્યા છે, ત્યારે પોલીસ દ્વારા દારૂ ઘુસાડવાના પ્રયાસોને નિષ્ફળ બનાવવામાં આવી રહ્યા છે. આજવા રોડ વિસ્તારમાં PCB (પોલીસ કંટ્રોલ બ્રાન્ચ)ની ટીમે કાર્યવાહી કરીને મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો છે.

માહિતી મુજબ આજવા રોડ કમળા નગર, નેહરુચાચા નગરમાં મકાન નં. 716માં રહેતો મયુર ખાવડિયા પોતાના મકાનની સામે આવેલા બંધ મકાનના કમ્પાઉન્ડમાં શરાબનો જથ્થો સંતાડી રાખી ગેરકાયદે વેચાણ કરતો હતો. મળેલી બાતમીના આધારે PCBની ટીમે રેડ કરતા સ્થળ પરથી મોટી માત્રામાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે સ્થળ પરથી અંદાજે રૂપિયા 3.16 લાખનો મુદ્દામાલ કબજે કરી આરોપીની અટકાયત કરી છે. સાથે જ દારૂનો જથ્થો પૂરું પાડનાર પ્રવીણ રાઠવા નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડ માટે તપાસ શરૂ કરવામાં આવી છે.

Related posts

દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા (સોટ્ટા) ના જન્મદિવસ નીમીત્તે કરનાળી સ્થિત કુબેરભંડારી મંદિરે કુબેર દાદાના આશિર્વાદ લીધા અને આરતી કરી

admin

ડભોઇ તાલુકાના સાઠોદ ના ગ્રામજનોએ ભેગા થઈને ભ્રષ્ટાચાર વિરુદ્ધ સૂત્રચાર કરી તંત્ર અને કોન્ટ્રાક્ટર સામે વિરોધ નોંધાવ્યો

admin

વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન દોડ ને લઈ વડોદરા પોલીસ કમિશનરએ વાહન ચાલકોને તકલીફ ન પડે તે માટે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું

admin

Leave a Comment