Genius Daily News
વડોદરા જિલ્લોસાવલી

સાવલી તાલુકાના ટૂંડાવ ગામે ધારાસભ્ય અંકિત પટેલની સ્પોન્સરશીપમાં GPL-2025 ક્રિકેટ ટૂર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ

સાવલી: સાવલી તાલુકાના ટૂંડાવ ગામે સ્થાનિક ધારાસભ્ય તથા શ્રી અંકિત પટેલની સ્પોન્સરશીપમાં ક્રિકેટ મેચનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભાલાવાત શોપિંગ સેન્ટર પાછળ નિર્માણ કરાયેલા વિશાળ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ટૂંડાવ અને ગોઠડા ગામના ખેલાડીઓ વચ્ચેની મેચ સાથે Gothada Premier League (GPL)-2025 નો શાનદાર પ્રારંભ થયો.

સાવલી તાલુકા અને આસપાસના પંથકમાં ક્રિકેટપ્રેમીઓને પ્રોત્સાહન મળે તેમજ યુવા ક્રિકેટરોની સુસુપ્ત પ્રતિભા બહાર આવે તે હેતુથી ભાલાવાત પરિવાર દ્વારા સાવલી–વડોદરા રોડ પર શોપિંગ સેન્ટર પાછળ આધુનિક સુવિધાઓ સાથે વિશાળ ક્રિકેટ ગ્રાઉન્ડનું નિર્માણ કરવામાં આવ્યું છે. બ્લોકબસ્ટર ઓક્શન બાદ આજે GPL-2025 ની ભવ્ય ઓપનિંગ સેરેમની યોજાઈ હતી.

આ પ્રસંગે Women’s Premier League (Gujarat Giants) અને India A માટે રમી ચૂકેલી પ્રખ્યાત મહિલા ક્રિકેટર તરનનુમ પઠાણ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના પ્રેરણાદાયક સંબોધન દ્વારા ખેલાડીઓમાં ઉત્સાહ અને જુસ્સો ભરી દીધો હતો.

સમારંભ દરમિયાન ગોઠડા અને ટૂંડાવ ગામના સિનિયર ક્રિકેટરોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું, જેમણે વર્ષોથી ક્રિકેટ અને રમતગમતના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. GPL કિટ સ્પોન્સર શ્રી અંકિત પટેલ, રનર-અપ સ્પોન્સર શકિલભાઈ સૈયદ તેમજ તમામ ટીમોના માલિકો પણ ખાસ હાજર રહ્યા હતા.

GPL-2025 સિઝનમાં કુલ ચાર ટીમો — અલ ફલાહ, ક્રેઝી સ્ટ્રાઈકર્સ, ઉમંગ ગ્લાસ અને મામા ધ સરપંચ — ચેમ્પિયન બનવા માટે મેદાનમાં ઉતરશે.

GPL ના આયોજક નાસિરભાઈ એ આ સફળ આયોજન બદલ તમામ સ્પોન્સરો, ખેલાડીઓ અને ગ્રામજનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

Related posts

પાદરામાં ઉત્તરાયણ પહેલા ચાઈનીઝ દોરી ઝડપાઈ, વડું પોલીસે બે લોકોની કરી ધરપકડ

admin

માલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ વડોદરા શહેર (દક્ષિણ) કચેરી ખાતે લોકોની લાઇનો છતાં સુવિધાના અભાવ મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા રજૂઆ

admin

તરસાલી માં વધુ એક લક્ઝરિયસ કારના એન્જિનમાં લાગી આગ

admin

Leave a Comment