30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોબોડેલી

બોડેલી નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી 70 વર્ષ જૂના કેબીનો દૂર કરવામાં આવ્યા

બોડેલી શહેરના બજાર વિસ્તારમાં બોડેલી નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી અંતર્ગત આશરે 70 વર્ષ જૂના કેબીન દૂર કરવામાં આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ, નગરપાલિકાએ રસ્તા પર અવરોધરૂપ બનેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા પગલાં લીધાં છે. જોકે, આ કાર્યવાહી બાદ શહેરમાં ન્યાય અને સમાનતા અંગે ચર્ચા શરૂ થઈ છે.

સ્થાનિકોનો આક્ષેપ છે કે બોડેલીમાં જ્યારે પણ દબાણ હટાવવાની કાર્યવાહી થાય છે ત્યારે મોટાભાગે ગરીબ અને રોજીરોટી પર નિર્ભર લોકો જ નિશાન બને છે. વર્ષોથી નાના ધંધા કરીને ગુજરાન ચલાવતા કેબીન ધારકો સામે કાર્યવાહી કરવામાં આવી હોવાનું તેઓ જણાવે છે.

થોડા સમય અગાઉ બોડેલીના અલીપુરા, ઢોકળીયા અને ચાંચક વિસ્તારોમાં પંચાયત તથા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા હતા, જેમાં પણ મુખ્યત્વે ગરીબ વર્ગના દબાણો પર જ કાર્યવાહી થઈ હોવાનું સ્થાનિકો કહે છે.

સ્થાનિકોએ વધુમાં જણાવ્યું કે બોડેલી નગરપાલિકા વિસ્તારમાં આવેલા અલીપુરા, અલીખેરવા, ચાંચક, ઢોકળીયા અને જૂની બોડેલી વિસ્તારોમાં સરકારી પડતર જમીન, કોમન પ્લોટ અને રોડ-રસ્તા ઉપર મોટા પ્રમાણમાં ગેરકાયદેસર દબાણો આજે પણ યથાવત છે, છતાં આવા દબાણો દૂર કરવા બાબતે નગરપાલિકા દ્વારા ઢીલાશ દાખવવામાં આવી રહી છે.

હાલમાં મણિનગર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણોને લઈને ત્રીજી નોટિસ પાઠવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે પ્રશ્ન ઉઠી રહ્યો છે કે ત્યાં દબાણો સામે ક્યારે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી આવકાર્ય છે, પરંતુ તેમાં સમાનતા અને ન્યાય જરૂરી હોવાનું સ્થાનિકોનું કહેવું છે. નાના અને મોટા તમામ દબાણો સામે સમાન માપદંડ અપનાવી કાયદાનું શાસન સમાન રીતે અમલમાં મૂકવાની માંગ ઉઠી રહી છે.

Related posts

છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પાર્ટીઓના કાર્યક્રમ તથા સેવાકારોના ફોટાનું પ્રદર્શની

admin

છોટાઉદેપુર ખાન ખનીજ વિભાગની ટીમે કેવડી ગામ પાસે સાદી રેતી ખનીજનું બિન અધિકૃત વહન કરતા ત્રણ જેટલા ટ્રેક્ટરોને ઝડપી પાડ્યા હતા.

admin

છોટાઉદેપુર નગરમાં આવેલ એસએફ હાઇસ્કુલ ખાતેથી નારી વંદન ઉત્સવ નિમિત્તે મહિલા વંદન રેલી યોજાઇ હતી.

admin

Leave a Comment