33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારના મારવાડી મહોલ્લામાં જવલ્લેજ જોવા મળતી પ્રજાતિનો સાપ રહેણાંક વિસ્તારમાં જોવા મળ્યો

વડોદરાના ફતેપુરા મારવાડી મહોલ્લામાં એક મકાનમાંથી દુર્લભ સાપ દેખાતા લોકો આશ્ચર્યમાં મૂકાયા હતા.બનાવને પગલે વડોદરા એનિમલ રેસ્ક્યુ ફાઉન્ડેશનની ટીમે સ્થળ પર પહોંચી વુલ્ફ સ્નેકને રેસ્ક્યુ કરી વનવિભાગને સોંપવામાં આવ્યો હતો.

વડોદરામાં મગરો સાથે હવે સરીસૃપ જીવો રહેણાંક વિસ્તારોમાં આવી જતા હોવાના બનાવો સામે આવી રહ્યા છે. તેવામાં એક જવલ્લેજ જોવા મળતી પ્રજાતિનો સાપ રહેણાંક વિસ્તારમાં આવી જતા તેને જોવા લોકોના ટોળા એકત્ર થયા હતા. ફતેપુરા મારવાડી મહોલ્લામાં આવેલા એક મકાનમાં સામાન્ય કરતા અલગ પ્રકારનો સાપ દેખાતા કુતૂહલવશ તેને જોવા માટે લોકો એકત્ર થયા હતા. સાપ રહેણાંક મકાનમાં આવી ગયો હોવાની જાણ કરવામાં આવતા વડોદરા એનિમલ રેસ્ક્યુ ફાઉન્ડેશનના વોલીએન્ટર ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. તપાસ કરતા આ સાપ 1.5 ફૂટનો વુલ્ફ સ્નેક હોવાનું જણાય આવ્યું હતું. જેને રેસ્ક્યુ કરી સહીસલામત રીતે વનવિભાગને સોંપવામાં આવ્યો હતો.

Related posts

ઝૂંપડપટ્ટીમાં સહાય સર્વે અધૂરો હોવાની બૂમો

admin

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરા દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે મહારકતદાન શિબિરનું આયોજન

admin

વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં વર્ષોજૂનું મહાકાય વૃક્ષ ધરાશાયી થતા નીચે પાર્ક કરેલ કાર સહિતના વાહનો દબાયા

admin

Leave a Comment