Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

સસ્તામા સોનુ અપાવવાના તથા લોન અપાવવાના બહાને ઠગાઇના ગુનામાં બે આરોપીની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી

સસ્તામા સોનુ અપાવવાના તથા લોન અપાવવાના બહાને રૂપીયા 4.95 કરોડના ઠગાઇના ગુનામાં ભેજાબાજ મહિલા સહિત બે આરોપીની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી 2 દિવસના પોલીસ કસ્ટડીના રિમાન્ડ મેળવ્યા છે.

જે.પી.રોડ પો.સ્ટેશન ખાતે ગત તા.21 નવેમ્બરના રોજ ગુનો ગુનો દાખલ થયો હતો.જેમાં માર્ચ-2025 થી આજદીન સુધીના સમયગાળા દરમ્યાન સીગ્નેટ હબ ઓફીસ નં.315 ત્રીજા માળે વડોદરા શહેર તથા એટલાન્ટીક હાઈટસ ગેંડા સર્કલ વડોદરા ખાતે રાધે એન્ટ્રપ્રાઈઝ ઈનપોર્ટ એક્ષપોર્ટ એન્ડ ફાયનાન્સની ઓફીસમા આરોપી રાજવીર તથા તેના ભાગીદારો તેમજ વિશાલ બારડ તથા નયનાબેન મહીડાનાઓએ ફરીયાદીને ઓછી કિંમતે સોનુ આપવાની લાલચ આપી હતી અને રૂપિયા પડાવી લઇ વિશાલ તથા નયના મહીડાએ ફરીયાદીને લોન અપાવવા બાબતે આરોપીઓએ અન્ય આરોપીઓ સાથે મળી ગુનાહીત કાવતરું રચી ફરીયાદીને વિશ્વાસ ભરોસો આપ્યો હતો.બાદમાં ફરીયાદી પાસેથી સસ્તુ સોનુ અપાવવાના બહાને રૂ. 4,61,50,000 તથા આરોપી વિશાલ બારડનાએ પોતે લોન એજન્ટ હોવાનુ જણાવી ફરીયાદીને રૂ.10 કરોડની લોન આપવા માટે બેંકના મેનેજરને કમીશન પેટે એડવાન્સ આપવાના જણાવી કુલ રૂ.31 લાખ મેળવી લઈ આરોપી ઓએ ફરીયાદી પાસેથી કુલ 4,92,50,000 જેટલી માતબર રકમ પડાવી લઈ ફરીયાદીને નક્કી કર્યા મુજબનુ સોનુ કે લોન નહીં અપાવડાવી બનાવટી પોલીસ ઉભી કરી ફરીયાદી સાથે વિશ્વાસઘાત ઠગાઇ કરી ગુનો કર્યો હતો.જે મામલે કરોડો રૂપિયાની ઠગાઇ કરવાના ગુનામાં સંડોવાયેલ આરોપીઓને ઝડપી પાડવા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ ગુનાની તપાસ દરમ્યાન આ ગંભીર ગુનામાં સંડોવાયેલ રાજવીર નામનો આરોપી અગાઉ પકડાયેલ રીઢો આરોપી ઇલ્યાસ ઉર્ફે વિક્કી સિરાજખાન અજમેરી રહે.તાંદલજા વડોદરાનો હોવાનુ જણાતા આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ટેકનીકલ-હ્યુમન સોર્સ આધારે સતત શોધખોળમાં રહી આ ગુનામાં સંડોવાયેલ અને પોલીસ ધરપકડ ટાળવા નાસતા ફરતા આરોપી ન.નયનાબેન મનહરસિંહ મહીડા ,ભાવેશ નરવતસિંહ પરમાર બન્ને રહે.વડોદરાનાઓને શોધી કાઢી આ બન્ને આરોપીની ગુનાના કામે ધરપકડ કરી નામદાર કોર્ટમાં રજુ કરી વિવિધ તપાસના મુદ્દાઓ આધારે બન્ને આરોપીના 2 દિવસના પોલીસ કસ્ટડીના રિમાન્ડ મેળવી આગળની તપાસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે.

Related posts

ડભોઈમાં ભાજપના ગૌરવ’નું અપમાનાકચરાના ઢગલામાંથી મળ્યા પક્ષના ઝંડા, કાર્યકરોમાં ભારે રોષ

admin

સરકારી અનાજનો જથ્થો સગેવગે કરતા એક ઇસમને રૂપિયા ૫૦ હજારના મુદ્દા માલ સાથે ઝડપાયો

admin

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે મોકદ્રીલનું આયોજન કરવામાં આવ્યું

admin

Leave a Comment