મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર તથા જિલ્લા વહીવટી તંત્ર છોટાઉદેપુર દ્વારા આયોજિત નારી વંદન ઉત્સવ નિમિત્તે મહિલા વંદન રેલી મહિલાઓમાં જાગૃતા આવે તે માટે છોટાઉદેપુર નગરના એસએફ હાઇસ્કુલ ખાતેથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનું છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા, જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સજ્જનબેન રાજપૂત, જિલ્લા ભાજપના યુવા નેતા સંગ્રામસિંહ રાઠવા, એસએફ હાઈસ્કૂલના આચાર્ય હિતેશભાઈ ચૌહાણ અને મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં એસ એફ હાઇસ્કુલ ખાતેથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. નારી વંદન સત્તાહની આજથી શરૂઆત એસ એફ હાઈસ્કૂલ ખાતેથી કરવામાં આવી હતી. અને નારી વંદન સપ્તાહ કાર્યક્રમ આજથી એટલે કે એક ઓગસ્ટથી 8 ઓગસ્ટ દરમિયાન અલગ અલગ કાર્યક્રમો જિલ્લામાં યોજવામાં આવશે. મહિલાઓના સર્વાંગી વિકાસના મહત્વના પરિબળો જેવા કે સુરક્ષા, સ્વાવલંબન, કલ્યાણ અને સ્વાસ્થ્ય વગેરે ક્ષેત્રોમાં મહિલાઓ સક્ષમ થાય તેથી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ કાર્યક્રમમો યોજવામાં આવશે.

