43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના પૂર્વ ઝોનની વોર્ડ નંબર 4ની કચેરીમાં કચરાપેટીઓ ધૂળ ખાતી અને ભંગાર હાલત જોવા મળી

વડોદરા મહાનગર પાલિકા દ્વારા શહેરને સ્વચ્છ રાખવા માટે વિવિધ અભિયાન અને કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે, પરંતુ પાલિકા તંત્રની જ કચેરીમાં ‘દીવા તળે અંધારું’ જેવી સ્થિતિ સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. પૂર્વ ઝોનની વોર્ડ નંબર 4ની કચેરીમાં સૂકો અને ભીનો કચરો એકત્ર કરવા માટે રાખવામાં આવેલી કચરાપેટીઓ ધૂળ ખાતી અને ભંગાર હાલતમાં જોવા મળતાં તંત્રની બેદરકારી સામે પ્રશ્નો ઉઠી રહ્યા છે.

પાલિકા દ્વારા નાગરિકોને સૂકો અને ભીનો કચરો અલગ-અલગ કચરાપેટીમાં નાખવા માટે સતત અપીલ કરવામાં આવે છે, પરંતુ પોતાની જ કચેરીમાં જરૂરી સુવિધાનો અભાવ જોવા મળતાં સ્વચ્છતા અભિયાન પર સવાલ ઊભા થયા છે. કચરાપેટીઓ ઉપયોગ બહાર થઈ ગઈ હોવા છતાં તેની બદલાવ અથવા જાળવણી કરવામાં ન આવતાં બેદરકારી સ્પષ્ટ દેખાઈ રહી છે.

આ સમગ્ર મામલે વડોદરા યુથ કોંગ્રેસના પ્રમુખ પવન ગુપ્તા સ્થળ પર પહોંચ્યા હતા અને પાલિકા તંત્રની નિષ્ક્રિયતા સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જો પાલિકા પોતાની જ કચેરીમાં સ્વચ્છતા જાળવી શકતી નથી, તો નાગરિકોને ઉપદેશ આપવાનો નૈતિક અધિકાર તેને રહેતો નથી.

આ ઘટના બાદ પાલિકા તંત્ર દ્વારા કચરાપેટીઓની યોગ્ય વ્યવસ્થા અને સ્વચ્છતા જાળવવા માટે તાત્કાલિક પગલાં ભરવાની માંગ ઉઠી રહી છે.

Related posts

શ્રી આધ્યા શક્તિ કેરીએબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 33 વર્ષથી શ્રીજીની સ્થાપના આ વર્ષે ગણપતિની આજુબાજુ શુભ અને લાભ સાથે ગણપતિ બિરાજમાન કરવામાં આવ્યા

admin

વડોદરા શહેરની સ્પાઇનેટિક હોસ્પિટલમાં એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરીની આધુનિક ટ્રેનિંગ વર્કશોપ યોજાયો

admin

વાદ્ય વિભાગ દ્વારા “વાદ્ય સંગીતમાં રિયાઝ અને ઉપજ” વિષય પર રાષ્ટ્રીય કાર્યશાળાનું આયોજન

admin

Leave a Comment