27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા કલેક્ટર કચેરીને ત્રીજી વખત ઈ-મેઇલથી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી

વડોદરા કલેક્ટર કચેરીને ત્રીજી વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

ઈ-મેઇલથી મળેલી ધમકી બાદ વહીવટ તંત્રમાં હડકંપ

વડોદરા શહેરની મહત્વપૂર્ણ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈ-મેઇલ સતત ત્રીજી વખત મળતા સમગ્ર વહીવટ તંત્રમાં હડકંપ મચી ગયો છે. વારંવાર આવી ધમકીઓ મળતા સુરક્ષા વ્યવસ્થાઓ સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, અજાણ્યા ઈ-મેઇલ આઈડી પરથી કલેક્ટર કચેરીને બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી હતી. ઈ-મેઇલ મળતાની સાથે જ જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ તાત્કાલિક હરકતમાં આવી ગયા હતા.

કલેક્ટર કચેરી સહિત આસપાસના સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા કડક બનાવી દેવામાં આવી હતી. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી કચેરીના તમામ વિભાગો તેમજ પરિસરની સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. હાલ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી હોવાની માહિતી નથી.

પોલીસ દ્વારા ઈ-મેઇલ ક્યાંથી અને કોના દ્વારા મોકલાયો તેની તપાસ શરૂ કરવામાં આવી છે. સાઇબર ક્રાઈમ વિભાગને પણ તપાસમાં જોડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ પણ કલેક્ટર કચેરીને આવી પ્રકારની ધમકી મળી ચૂકી છે, છતાં ફરીથી આવી ઘટના સામે આવતા વહીવટ તંત્રની ચિંતા વધી છે. હાલ પરિસ્થિતિ પર પોલીસ અને પ્રશાસન દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે.

Related posts

વડોદરામાં સતત બીજા દિવસે લૂખા તત્વોના આતંકની ઘટના બની

admin

વડોદરા શહેર રાવપુરા જૂની કલેકટર કચેરી પાસે આવેલ સીટી સર્વેની ઓફિસના કમ્પાઉન્ડ ખાતે મોટુ વૃક્ષ ધરાશાહી

admin

પ્રાથમિક શાળા માં અનોખી રીતે શાળાના બાળકો સાથે 51 મી વર્ષ જન્મ વર્ષની ઉજવણી કરાઈ

admin

Leave a Comment