36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇ નગરના એસ.ટી. ડેપો અને સિનેમા રોડ પરથી પ્રતિબંધિત ગોગો પેપર, ઇ-સિગારેટ અને હુક્કા સામગ્રી જપ્ત

ડભોઇ: ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા સગીરો અને યુવાધનને નશાની લતથી બચાવવા માટે રોલિંગ પેપર (ગોગો), સ્મોકિંગ કોન, હુક્કા સામગ્રી અને ઇ-સિગારેટ પર પ્રતિબંધ બાદ ડભોઇ પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. પેટ્રોલિંગ દરમિયાન ડભોઇ શહેરના વ્યસ્ત એસ.ટી. ડેપો વિસ્તાર અને ક્રિષ્ણા સિનેમા રોડ પર આવેલા પાન પાર્લરોમાં દરોડા પાડી પોલીસે રૂ. ૧૫,૦૦૦થી વધુનો પ્રતિબંધિત મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ડભોઇ પી.આઈ. કે.જે. ઝાલાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે બાતમીના આધારે બે અલગ-અલગ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ક્રિષ્ણા ટોકીઝ સામે આવેલા અલંકાર પાન હાઉસમાંથી દુકાન માલિક ઉજ્વલકુમાર કૃષ્ણકાંત શાહ પાસેથી હુક્કા, હુક્કા ફ્લેવર્સ અને કોલસા જપ્ત કરવામાં આવ્યા હતા. જ્યારે એસ.ટી. ડેપો વિસ્તારમાં આવેલા છોટુ પાન પાર્લર પરથી સંચાલક લતીફભાઈ ફકીર મહંમદ મનસુરી પાસેથી મોટા પ્રમાણમાં પ્રતિબંધિત ગોગો રોલિંગ પેપર, પરફેક્ટ રોલ કોન તેમજ અન્ય સામગ્રી ઝડપી પાડવામાં આવી હતી.

આ કાર્યવાહી દરમિયાન સરકાર દ્વારા પ્રતિબંધિત ઇ-સિગારેટ પણ જપ્ત કરવામાં આવી છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં પ્રતિબંધિત ગોગો પેપર, સ્મોકિંગ કોન, હુક્કા સામગ્રી, કોલસા અને ઇલેક્ટ્રોનિક સિગારેટનો સમાવેશ થાય છે.

રાજ્ય સરકારના ગૃહ વિભાગના જાહેરનામાના ભંગ બદલ બંને વેપારીઓ વિરુદ્ધ BNS (ભારતીય ન્યાય સંહિતા)ની કલમ ૨૨૩ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને BNSS કલમ ૩૫(૩) મુજબ નોટિસ ફટકારવામાં આવી છે.

ડભોઇ પોલીસે હવે તપાસ આગળ વધારીને આ પ્રતિબંધિત સામગ્રી ક્યાંથી આવે છે અને આ નશાના કારોબાર પાછળ કયા મોટા સપ્લાયરો સંકળાયેલા છે તેની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. પોલીસની આ કડક કાર્યવાહીથી ડભોઇના અન્ય પાન ગલ્લા સંચાલકોમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે.

Related posts

વડોદરા મહાનગરપાલિકા દ્વારા અગ્નિશમન અને તાત્કાલિક સેવા દિન નિમિત્તે આકસ્મિક આગજની, અન્ય ઇમરજન્સી બનાવોના મોકડ્રિલ

admin

સાવલીના ભાદરવા પોલીસ મથકમાં આરોપીની આત્મહ-ત્યા, સમગ્ર તાલુકામાં ચકચાર

admin

ડભોઈ વડોદરી ભાગોળ પાસે આવેલ કોમી એકતાના પ્રતિક હઝરત સુખીયા પીર બાવાના બે દિવસ ઉસૅની ઉજવણી

admin

Leave a Comment