43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર ધમધમતા કુટણખાના પર પોલીસના દરોડો સગીરા સહિત 11 યુવતીઓનું રેસ્ક્યુ

વડોદરા શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલા રહેણાંક કોમ્પ્લેક્ષમાં ધમધમતા કુટણખાના પર વડોદરા શહેર પોલીસના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે આજે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે દરોડો પાડી સગીરા સહિત કુલ 11 યુવતીઓને રેસ્ક્યુ કરી હતી. સાથે સાથે કુટણખાનાની સંચાલિકા અને તેના સાગરીતની ધરપકડ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, વાઘોડિયા રોડ પર વૈંકુઠ ચાર રસ્તા પાસે આવેલા સનરાઇઝ ટાવર કોમ્પ્લેક્ષમાં ચંદ્રીકાબેન ઉર્ફે રીટા બાબુભાઈ શાહ નામની મહિલા બહારથી જરૂરિયાતમંદ યુવતીઓને બોલાવી પોતાના મકાનમાં રાખી અનૈતિક દેહવ્યાપારનો ધંધો ચલાવતી હતી. આ અંગે ચોક્કસ બાતમી મળતા પોલીસ દ્વારા આયોજનબદ્ધ રીતે દરોડો પાડવામાં આવ્યો હતો.

દરોડા દરમિયાન સ્થળ પરથી 11 યુવતીઓ તેમજ બે સહઆરોપીઓ ઝડપાયા હતા. પોલીસે રાજપીળાના એક યુવાનની ધરપકડ કરી છે, જ્યારે પંચમહાલના એક યુવાન અને વડોદરાની એક મહિલાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આ કુટણખાનામાં અવરજવર માટે ભેદી અને ગુપ્ત પ્રવેશદ્વારો બનાવવામાં આવ્યા હતા, જેના માધ્યમથી દેહવ્યાપારના સોદા કરવામાં આવતા હતા.

ઉલ્લેખનીય છે કે સનરાઇઝ કોમ્પ્લેક્ષમાં શોપિંગ સેન્ટર, વિવિધ દુકાનો, ટ્યુશન ક્લાસીસ તેમજ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું એટીએમ પણ આવેલું છે. આવા વ્યસ્ત અને જાહેર સ્થળની આસપાસ ગુપ્ત રસ્તાઓ મારફતે અનૈતિક પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાને લઈ પોલીસ પણ ચોંકી ઉઠી છે.

પોલીસ દરોડા દરમિયાન મુખ્ય સૂત્રધાર મહિલા ગુપ્ત માર્ગનો ઉપયોગ કરીને ફરાર થઈ ગઈ હતી. હાલ પોલીસ સમગ્ર નેટવર્કની તપાસમાં લાગી ગઈ છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Related posts

શ્રી કેશવ કો-ઓપરેટીવ સોસાયટી વિસાવદર સાખા દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીની ઉજવણી કરાઈ

admin

વડોદરા રેલવે સ્ટેશન પર પશ્ચિમ રેલવે આરપીએફ અને વડોદરા રેલવે પોલીસની સંયુક્ત કામગીરીમાં ગાંજાનો મોટો જથ્થો ઝડપાયો

admin

મહાનગરપાલિકાની મળેલી સમાન્ય સભામાં ભાજપના જ કોર્પોરેટરે જ ભાજપ સામે બળાપો ઠાલવ્યો

admin

Leave a Comment