43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના કમાટીબાગ પ્રાણી સંગ્રહાલયમાં સર્પદંશ બાદ સારવાર દરમિયાન ‘સમૃદ્ધિ’ નામની સિંહણનું સારવાર દરમિયાન મોત થયું

સર્પદંશ બાદ સારવાર દરમિયાન ‘સમૃદ્ધિ’ સિંહણે દમ તોડ્યો

વડોદરા શહેરના કમાટીબાગ પ્રાણીસંગ્રહાલયમાંથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. પ્રાણીસંગ્રહાલયમાં રહેલી ‘સમૃદ્ધિ’ નામની સિંહણનું સારવાર દરમિયાન મોત થયું છે. મળતી માહિતી મુજબ સિંહણને કોબ્રા સાપે દંશ કર્યો હતો, જેના કારણે તેની તબિયત બગડતા તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી.

પ્રાથમિક વિગતો અનુસાર, કોબ્રા સાપ સિંહણના પિંજરામાં ઘૂસી ગયો હતો અને ત્યાં સિંહણને દંશ કર્યો હતો. ઘટનાની જાણ થતા જ ઝૂના તબીબી સ્ટાફ દ્વારા તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી, પરંતુ તમામ પ્રયત્નો છતાં સિંહણનું બચાવ શક્ય બન્યું નહોતું.

આ ઘટનાને લઈ પ્રાણીસંગ્રહાલયના સ્ટાફ તેમજ પ્રાણીપ્રેમીઓમાં શોકની લાગણી ફેલાઈ છે. સર્પ કેવી રીતે પિંજરામાં પ્રવેશ્યો તેની તપાસ હાથ ધરવામાં આવી છે તેમજ ભવિ્યમાં આવી ઘટના ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવશે તેવી માહિતી સૂત્રો દ્વારા મળી છે.

Related posts

સાવલી તાલુકા સેવાસદન ખાતે રવિ પાકના સર્વે માટે બેઠક યોજાઇ

admin

વડોદરા શહેરના ફતેહગંજ વિસ્તારમાં આવેલ બુલ સર્કલ પાસે ગટર લાઈનમાંથી અચાનક પ્રચંડ બ્લાસ્ટ બાદ આગ ફાટી નીકળી

admin

સુઈ ધાગા નામની દુકાનમાં થયેલ ચોરીના CCTV સામે આવ્યા

admin

Leave a Comment