33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

G.E.B. ની ટીમ દ્વારા નવા વીજ મીટર બદલવાનો પ્રયાસ કરવામાં આવતા સ્થાનિક નાગરિકોમાં રોષ ફાટી નીકળ્યો

વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલા સત્યમ એપાર્ટમેન્ટમાં આજે ગુજરાત ઈલેક્ટ્રિસિટી બોર્ડ (GEB)ની ટીમ દ્વારા નવા વીજ મીટર બદલવાનો પ્રયાસ કરવામાં આવતા સ્થાનિક નાગરિકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. વર્ષોથી અહીં વસવાટ કરતા રહેવાસીઓના ઘરોમાં કોઈપણ પૂર્વ જાણકારી કે સંમતિ વિના મીટર બદલવાની કાર્યવાહી હાથ ધરાતા સ્થાનિકોએ તેનો કડક વિરોધ કર્યો હતો.

સ્થળ પર હાજર રહેલા સ્થાનિક નાગરિકો સાથે સ્વેજલ વ્યાસે આ કાર્યવાહી સામે અવાજ ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, વર્ષોથી નિયમિત રીતે વીજ બિલ ચૂકવતા નાગરિકોના મીટર અચાનક બદલવાનો કોઈ યોગ્ય કારણ કે સ્પષ્ટતા GEB દ્વારા આપવામાં આવી નથી. જ્યાં સુધી પારદર્શક જવાબ અને લેખિત સ્પષ્ટતા આપવામાં ન આવે ત્યાં સુધી આવા મીટર બદલવાની કાર્યવાહી સ્વીકાર્ય નથી.

સ્થાનિકોના એકત્રિત વિરોધ અને રજૂઆત બાદ GEBના અધિકારીઓએ મીટર બદલવાની કાર્યવાહી તાત્કાલિક રોકી હતી અને સ્થળ પરથી પરત ફર્યા હતા.

સ્થાનિક નાગરિકોએ માંગ કરી છે કે GEB દ્વારા ભવિષ્યમાં કોઈપણ પ્રકારની કાર્યવાહી કરતા પહેલા રહેવાસીઓને લેખિત નોટિસ, યોગ્ય કારણ અને સંપૂર્ણ માહિતી આપવામાં આવે, જેથી જનતાને અનાવશ્યક હેરાનગતિનો સામનો ન કરવો પડે.

Related posts

દબાણો ટીમ સાથે ઘર્ષણમાં ઉતરેલ 10 સામે રાયોટિંગનો ગુનો..

admin

Digital Arrest મામલે આઠ એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવી 90.90 લાખનો ફ્રોડ

admin

વાતાવરણમાં દુર્ગંધ ફેલાતા લોકોમાં ભઈની લાગણી ઊભી થઈ

admin

Leave a Comment