ઉના તાલુકાના ગરાળ ગામની ભાલીયા શેરી (વાડીયા ફળી) વિસ્તારમાં વર્ષોથી જ્યોતિગ્રામ યોજના ન હોવાના કારણે સ્થાનિક રહેવાસીઓ અંધારામાં જીવન જીવવા મજબૂર હતા. આ બાબતે વિસ્તારના લોકોએ ભારતીય જનતા પાર્ટીના આગેવાન શ્રી મનુભાઈ સોલંકી તેમજ ક્ષત્રિય સમાજના પ્રમુખ શ્રી મનહરસિંહ જીલુભા, ઋષિરાજસિંહ રાઠોડ અને માલાભાઈ ભાલીયા સમક્ષ મૌખિક રજૂઆત કરી હતી.
આ આગેવાનો દ્વારા ઉનાના માનનીય ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડને રજૂઆત કરવામાં આવી હતી. ધારાસભ્યશ્રીએ આ મુદ્દાને ગંભીરતાથી લઈ સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા તથા સંબંધિત અધિકારીઓ સાથે સતત સંકલન રાખીને ભાલીયા શેરી વિસ્તારમાં જ્યોતિગ્રામ યોજના મંજૂર કરાવી હતી.
આઝાદીના ૭૮ વર્ષ બાદ ઉનાના સક્રિય અને લોકલાડીલા ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડના સફળ પ્રયાસોથી ભાલીયા શેરી વિસ્તારમાં રહેતા અંદાજે ૩૬ પરિવારોને અંધકારમાંથી અજવાળાનો આશરો મળ્યો છે. જ્યોતિગ્રામ યોજના હેઠળ કુલ ૨૪ વીજ પોલ ઊભા કરવામાં આવ્યા અને ૩૬ ઘરેલુ વીજ કનેક્શનો નિઃશુલ્ક ફિટિંગ સાથે આપવામાં આવ્યા હતા. આ સમગ્ર કામગીરીનો ખર્ચ ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો.
આ મહત્વપૂર્ણ કામગીરી બદલ ભાલીયા શેરી વિસ્તારના રહેવાસીઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ગરાળ ગામે આભાર બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં ગ્રામજનો, સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો તથા ભાજપના કાર્યકર્તાઓએ ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
આ બેઠકમાં સરપંચ ભાવનાબેન કનુભાઈ સોલંકી, સરપંચના પ્રતિનિધિ મનુભાઈ રામશીભાઈ સોલંકી, મનહરસિંહ રાઠોડ, સભ્ય મુન્નાભાઈ રાઠોડ અને ઋષિરાજસિંહ રાઠોડ, બાલુભાઈ સોલંકી, રમેશભાઈ સોલંકી, નાનજીભાઈ બાંભણીયા, પૂર્વ સરપંચ, જીણાભાઈ બાંભણીયા, પ્રેમજીભાઈ બાંભણીયા, રાઠોડ રઘુભા, સુખદેવસિંહ, જેરામભાઈ ટાંક, મુકેશભાઈ ભાલીયા, રવજીભાઈ ભાલીયા સહિત અનેક આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

