43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં 1 જાન્યુઆરીથી સિટી બસ સેવા બંધ થવાની શક્યતા

નવા વર્ષની શરૂઆતમાં વડોદરાવાસીઓ માટે મુશ્કેલી ઊભી થવાની સંભાવના છે. શહેરમાં સિટી બસ સેવા આપતા સંચાલકોએ 1 જાન્યુઆરીથી બસોના પૈડા થંભી જવાની ચેતવણી આપી છે. પાલિકા તરફથી ત્રણ કરોડ રૂપિયાથી વધુની બાકી રકમ ચૂકવવામાં ન આવતા સંચાલકોએ વડોદરા મહાનગરપાલિકાને લીગલ નોટિસ પાઠવી છે.

સંચાલકોનો આક્ષેપ છે કે છેલ્લા બે મહિનાથી બિલનું ચુકવણી કરવામાં આવી નથી. જેના કારણે ડ્રાઈવર, કંડક્ટર તેમજ અન્ય કર્મચારીઓના પગાર ચૂકવવામાં મુશ્કેલી ઊભી થઈ છે. ઉપરાંત ઈંધણ અને બસોની જાળવણી માટે પણ નાણાંની ગંભીર તંગી સર્જાઈ છે.

આ બાબતે અનેક વખત પાલિકા સમક્ષ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સ્પષ્ટ જવાબ ન મળતા સંચાલકોએ કડક નિર્ણય લેવાની તૈયારી બતાવી છે. સંચાલકોનું કહેવું છે કે જો 31 ડિસેમ્બર સુધી બાકી રકમ ચૂકવવામાં નહીં આવે તો આગામી 1 જાન્યુઆરીથી સિટી બસ સેવા બંધ કરવામાં આવશે.

જો સિટી બસ સેવા બંધ થાય તો શહેરના વિદ્યાર્થીઓ અને નોકરીયાત વર્ગને ભારે હાલાકીનો સામનો કરવો પડશે. મુસાફરોનું કહેવું છે કે સિટી બસ સેવા બંધ ન થવી જોઈએ, કારણ કે રોજિંદા પ્રવાસ માટે રીક્ષાનું ભાડું સામાન્ય નાગરિકોને પોસાય તેમ નથી.

Related posts

શ્રી વર્ષીતપ ના ૧૦૦ દિવસ પૂર્ણ થવાની ઉજવણી હર્ષ ઉલ્લાસ અને ઉમંગ થી કરવામાં આવી

admin

વડોદરા માર્ગ અને મકાન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે માર્ગ સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી..

admin

વડોદરાના મકરપુરા ગામમાં જૂના પડતર મકાનમાં ભારતીય બનાવટના અંગ્રેજી દારુનો જથ્થો લાવનાર ઈસમને ઝડપી પાડતી મકરપુરા પોલીસ

admin

Leave a Comment