43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા માર્ગ અને મકાન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે માર્ગ સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી..

વડોદરા,વડોદરા માર્ગ અને મકાન વિભાગ દ્વારા સરકારશ્રીની વિવિધ એજન્સીઓ મારફતે મંજૂર થયેલ નવીન સપાટી, રિસરફેસિંગ, વાઈડનિંગ તેમજ સ્ટ્રક્ચરલ અને મરામતના વિવિધ કાર્યો ચોમાસા દરમિયાન તથા ચોમાસા બાદ સતત ઝડપભેર હાથ ધરવામાં આવ્યા છે.
વડોદરા જિલ્લા પંચાયત હસ્તકના કુલ 1046 રસ્તાઓ, જેની કુલ લંબાઈ 2615.89 કિ.મી. થાય છે, તે પૈકી જરૂરિયાત મુજબના રસ્તાઓ પર પેચવર્કની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે.
હાલ સુધીમાં કુલ 3988 ટન વેટમિક્સ પેચ, 1285 ટન મેટલ પેચ તથા 1393 ટન રબલનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ કામગીરી માટે 17 JCB, 5 રોલર, 32 ડમ્પર, 13 ટ્રેક્ટર તથા 188 મજૂરો સહિત પૂરતું માનવબળ અને સાધનસામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ચોમાસા દરમિયાન પડેલા ભારે વરસાદ તથા ભારે વાહનોની સતત અવરજવરનાં કારણે, ખાસ કરીને ઇન્ડસ્ટ્રીયલ એરિયા તેમજ એપ્રોચ રોડ્સ પર થયેલ નુકસાનને ધ્યાનમાં રાખી, માર્ગ અને મકાન વિભાગે તાત્કાલિક પગલા લઈ સમારકામનું કામ ઝડપથી હાથ ધર્યું છે.
વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જાહેર જનતાને આરામદાયક અને સુરક્ષિત માર્ગ સુવિધા ઉપલબ્ધ રહે તે માટે રસ્તા સમારકામની કામગીરી સતત ચાલુ રહેશે, તથા જ્યાં જરૂર પડશે ત્યાં તાત્કાલિક સમારકામ હાથ ધરાશે.

Related posts

વડોદરા શહેરમાં કાકા સાહેબ ટેકરા વિસ્તારમાં આવેલ નવદુર્ગા મંદિર નજીક મોડી રાતે ફાયરિંગની ઘટના

admin

ગંભીરા બ્રિજ તૂટી પડ્યા બાદ તાત્કાલિક ધોરણે વૈકલ્પિક માર્ગ બનાવવાની માંગ

admin

વડોદરાના વાઘોડિયા રોડના સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડ ખાતે આવેલ શિવાંસ રહેતા મકાનમાલિક નો પેરાફીટ વોલ નો સ્લેબ પડતા ચકચાર મચી જવા પામી હતી

admin

Leave a Comment