37.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
May 1, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરમાં કાકા સાહેબ ટેકરા વિસ્તારમાં આવેલ નવદુર્ગા મંદિર નજીક મોડી રાતે ફાયરિંગની ઘટના

વડોદરામાં મોડી રાતે ફાયરિંગની ઘટના, GISF કર્મચારી પાસેથી બંદૂક કબ્જે વડોદરા શહેરમાં મોડી રાતે ફાયરિંગની ઘટના સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર કાકા સાહેબ ટેકરા વિસ્તારમાં આવેલ નવદુર્ગા મંદિર નજીક એક વ્યક્તિએ અચાનક ફાયરિંગ કર્યું હતું. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી પહોંચી તપાસ શરૂ કરી હતી.

માહિતી મુજબ ફાયરિંગ કરનાર વ્યક્તિ GISFનો કર્મચારી હોવાનું સામે આવ્યું છે. આરોપીએ એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાની માહિતી મળી રહી છે.

પોલીસે સ્થળ પરથી બંદૂક અને કારતૂસ કબ્જે કરી લીધા છે. પ્રાથમિક માહિતી મુજબ ફાયરિંગ કરનાર વ્યક્તિ નશાની હાલતમાં હોવાની પણ ચર્ચા છે.

હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.

Related posts

સાવલીમાં ભાજપાની પરિચય બેઠક યોજાઈ, કાર્યકરોને સંગઠન મજબૂત કરવા આહ્વાન

admin

રેસ્ટોરન્ટમાં પીરસવામાં આવેલી કચોરી ચાટમાં વંદો મળી આવતા ખોરાકની ગુણવત્તા અંગે પ્રશ્નો ઉભા થયા

admin

ઝઘડામાં વચ્ચે છોડાવવા પડેલો પાડોશી જ હત્યારો બન્યો

admin

Leave a Comment