વડોદરા શહેરમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સાઉથ ઝોન દ્વારા “વન ડે વન રોડ” અભિયાન હેઠળ સફાઈ અને સુવિધા સુધારણા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ અભિયાન અંતર્ગત શહેરના સુસેન સર્કલથી ગુરૂદ્વારા સર્કલ સુધીના માર્ગને આવરી લેવામાં આવ્યો હતો. આ દરમિયાન રોડ પર સફાઈ, માટી ઉપાડવાની કામગીરી, લારી-ગલ્લાના દબાણ દૂર કરવું, ડિવાઈડર ધોવાનું, જંગલ કટિંગ, પેચ વર્ક તેમજ યુસીડિ વિભાગને લગતી વિવિધ કામગીરી કરવાનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો હતો.
આ કામગીરી માટે દરેક વોર્ડમાંથી 15 જેટલા સફાઈ મિત્રોને સહિત કુલ આશરે 60 સફાઈ કર્મચારીઓ અને અન્ય 20 કર્મચારીઓ મળીને કુલ 80 જેટલા સ્ટાફને તૈનાત કરવામાં આવ્યા હતા.
પરંતુ કામગીરી દરમિયાન પણ અનેક સ્થળોએ લારી-ગલ્લાના દબાણ યથાવત જોવા મળ્યા હતા. સાઉથ ઝોનના અધિકારીઓની હાજરીમાં જ દબાણો દૂર ન થતા શહેરમાં “સ્માર્ટ સિટી”ના દાવા સામે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. કેટલાક લોકોના મતે આ સ્થિતિથી એવું લાગી રહ્યું છે કે તંત્રની કામગીરી માત્ર દેખાડા પૂરતી રહી છે.

