27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના દાંડિયાબજાર વિસ્તારમાં થયેલી ફાયરિંગની ઘટના મામલે ACP અશોક રાઠવાએ આપી માહિતી

વડોદરા શહેરના દાંડિયાબજાર વિસ્તારમાં થયેલી ફાયરિંગની ઘટનામાં પોલીસે ઝડપી કાર્યવાહી કરી આરોપીને ઝડપી પાડ્યો છે. ઘટનાને લઈને શહેરમાં ચકચાર મચી ગઈ હતી.

ઘટનાની જાણ થતાં જ વડોદરા શહેર પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી અને આરોપીને શોધવા માટે અલગ-અલગ ટીમો બનાવી કામગીરી શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસને મહત્વપૂર્ણ માહિતી મળતા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે.

આ સમગ્ર મામલે અશોક રાઠવા (ACP, “C” ડિવિઝન) દ્વારા પત્રકાર પરિષદ યોજી ઘટનાની વિગતો આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે ફાયરિંગની ઘટનામાં સંડોવાયેલા આરોપીને ઝડપીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

પોલીસ દ્વારા ઘટનાના ચોક્કસ કારણો જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Related posts

ઉતરાયણ પૂર્વે વડોદરા શહેરના કડક બજારમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ચેકિંગ ડ્રાઇવ

admin

વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ડો બાબા સાહેબ આંબેડકર પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ

admin

ભાજપમાં હોદ્દો ધરાવતા વ્યક્તિને પણ દંડ ફટકારતી વડોદરા ટ્રાફિક પોલીસ

admin

Leave a Comment