32.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ઉતરાયણ પૂર્વે વડોદરા શહેરના કડક બજારમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ચેકિંગ ડ્રાઇવ

વડોદરા શહેરમાં આવનારા ઉતરાયણ પર્વને ધ્યાનમાં રાખીને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા બજારોમાં ખાદ્યસામગ્રીની ગુણવત્તા ચકાસવા માટે ખાસ ચેકિંગ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે.

વડોદરા શહેરના કડક બજારમાં ફૂડ ઓફિસર દ્વારા અચાનક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં નાસ્તા હાઉસ અને મીઠાઈ બનાવતી એકમોમાં તપાસ કરી જલેબી સહિતની વિવિધ ખાદ્ય વસ્તુઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા.

ઉતરાયણ પર્વ દરમિયાન શહેરમાં નાસ્તા, ફરસાણ અને મીઠાઈઓની માંગ વધતી હોવાથી અઠવાડિયા પહેલાંથી જ આ ચેકિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ દ્વારા વડોદરા શહેરના અલગ–અલગ વિસ્તારોમાં તપાસ કરી રહી છે, જેથી નાગરિકોને શુદ્ધ અને સુરક્ષિત ખોરાક મળી રહે તે સુનિશ્ચિત કરી શકાય.

Related posts

વડોદરામાં ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવનું ઐતિહાસિક આયોજન

admin

મહાબલીપુરમ 2 માં છેલ્લા દોઢ મહિનાથી ગટર લાઈન ઉભરાય

admin

ડભોઇ શહેર તાલુકા ખાતે ગુરુ વંદના પર્વની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું

admin

Leave a Comment