વડોદરામાં નવાપુરા જ્યરત્ન બિલ્ડિંગ વિસ્તારમાં ઝઘડો કરી રહેલા બે ભાઈઓને છોડાવવા પડેલા યુવકને ડોલ વાગી જતા છોડાવવા પડેલો યુવક ઉશ્કેરાયો હતો અને ઝઘડો કરી રહેલા બે ભાઈઓ સંતોષ અને નીતિન પૈકી નીતિન પર ચાકુ વડે હુમલો કરતા નીતિન નું સારવાર દરમિયાન મોત થયું હતું આમ લઢી રહેલો ભાઈ ઓ નો છોડાવવા પડેલા યુવક નાં હુમલો નો ભોગ લઢી રહેલો ભાઈઓ પૈકી એક નો ભોગ લેવાયો હતો સમગ્ર ઘટનામાં જોવા જઈએ તો નીતિન અને સંતોષ રાજપૂત બંને ભાઈઓ થાય છે જ્યાં સમી સાંજે કોઈ કારણોસર બંને ભાઈઓ વચ્ચે ઝઘડો થયો હતો જેમાં છોડાવવા માટે કપિલ વચ્ચે પડ્યો હતો દરમિયાન કપિલને ડોલ વાગી જતા છોડાવવા પડેલો કપિલ ઉશ્કેરાઈ ગયો હતો અને ઘરમાંથી ચપ્પુ લાવી નીતિન રાજપૂત પર હુમલો કર્યો હતો અચાનક ચપ્પુના ઘા વાગતા નિતીન બેભાન થઈ ગયો હતો જ્યાં તેમને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવતા નીતિન નું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું બનાવને પગલે સયાજી હોસ્પિટલમાં પરિવારજનોએ દોડી આવ્યા હતા, સૌથી મહત્વ ની એ છે કે ભોગ બનનાર નીતિન ના પત્ની સગર્ભા છે જ્યાં તેને પતી નીતિન ના મોત સમચાર મળતા બેસુદ્ધ થઈ ગયા હતા નવાપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

