31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

સ્ટેટ મોનિટરિંગ સેલની મોટી કાર્યવાહી : વડોદરામાંથી રૂ.10 લાખથી વધુનો દારૂ જપ્ત, 2 બુટલેગરો ઝડપાયા, 8 વોન્ટેડ

વડોદરામાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે મોટી કાર્યવાહી કરી છે. બાતમીના આધારે ડભોઇ રોડ વિસ્તારના જય નારાયણ નગર–2 ખાતે રેડ પાડી રૂ.10 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં પોલીસે 2 બુટલેગરોને ઝડપી લીધા છે જ્યારે 8 બુટલેગરોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે આતિશ ઠાકોર (રહે. જય નારાયણ નગર–2, ડભોઇ રોડ)ના ઘરે રેડ પાડી હતી. રેડ દરમિયાન કુલ 2,765 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. સાથે સાથે પોલીસે એક વાહન, બે મોબાઇલ ફોન, એક ટ્રાઇસીકલ અને રોકડ રકમ સહિત કુલ રૂ.15.51 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

પોલીસે દારૂના જથ્થા સાથે
બાબુ લહરિયા ભાઈ રાઠવા (રહે. છોટાઉદેપુર) અને
અજય ઉર્ફે બાબુ મેવાલાલ યાદવ (રહે. જય નારાયણ નગર, ડભોઇ રોડ)
ની ધરપકડ કરી છે.

આ કેસમાં પોલીસે મુખ્ય બુટલેગર આતિશ ઠાકોર, તેમજ સપ્લાયર તરીકે બંસીલાલ ભૂરસિંગભાઈ રાઠવા અને લાલસિંહ રાઠવા (બન્ને રહે. છોટાઉદેપુર) સહિત મોબાઇલ અને કારના માલિકો તથા બે અજાણ્યા વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરી તેમને વોન્ટેડ જાહેર કર્યા છે.

સ્ટેટ મોનિટરિંગ સેલ અને સ્થાનિક પોલીસે આગળની તપાસ શરૂ કરી છે અને તમામ વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Related posts

બોલેરો ગાડીના ચાલક દ્રારા ફોરવીલર વાહન ચાલકને ટક્કર મારવામાં આવી અને તેની સાથે મારામારી જપાજપી કરવામાં આવી

admin

વડોદરાની શાંતિમાં પલિતો ચાપવાનો પ્રયાસ કરતા શિવસેના દ્વારા વિરોધ સાથે પોલીસ કમિશનરને આવેદનપત્ર

admin

વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ બેઠકમાં 320 કરોડથી વધુના વિકાસકામોને મંજૂરી

admin

Leave a Comment