વડોદરા શહેરમાં ધારાસભ્યોને ફાળવવામાં આવતી ગ્રાન્ટ અંતર્ગત વિવિધ વિસ્તારોમાં વિકાસકામો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ કડીમાં આજે શહેરવાળી વિધાનસભામાં સમાવિષ્ટ ઇલેક્શન વોર્ડ નંબર ૫ અને ૬માં પેવર બ્લોકની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ઇલેક્શન વોર્ડ નંબર ૫માં આવેલી કુલ છ સોસાયટીઓમાં અંદાજિત 13 લાખ રૂપિયાની ગ્રાન્ટમાંથી પેવર બ્લોકની કામગીરી કરવામાં આવશે. જ્યારે ઇલેક્શન વોર્ડ નંબર ૬માં અંદાજિત 7 લાખ રૂપિયાનાં વિકાસકામો હાથ ધરાશે. આ ઉપરાંત ઇલેક્શન વોર્ડ નંબર ૪માં ડ્રેનેજની કામગીરી માટે પણ ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે.
કુલ મળીને અંદાજિત 12 લાખ રૂપિયાનાં વિવિધ વિકાસકામોનું આજે ધારાસભ્ય મનીષાબેન વકીલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વિસ્તારના કોર્પોરેટરો, કાર્યકર્તાઓ તેમજ સ્થાનિક રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિકોએ વિકાસકામોની શરૂઆતથી સંતોષ વ્યક્ત કર્યો હતો અને ઝડપી તથા ગુણવત્તાયુક્ત કામગીરીની અપેક્ષા વ્યક્ત કરી હતી.

