43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ક્રાઇમ બ્રાન્ચનો ફિલ્મી ઢબે ઓપરેશન, ટોલ પ્લાઝા કર્મચારી બની કુખ્યાત આંતરરાજ્ય બાવરિયા ગેંગનો સાગરીત ઝડપાયો

વડોદરા : શહેરમાં થયેલા ચેન સ્નેચિંગના ગુનાની તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને મહત્વની સફળતા મળી છે. ચેન સ્નેચિંગના કેસની કડી ઉત્તર પ્રદેશ સુધી પહોંચી હતી, જ્યાંથી આરોપીઓ કારમાં વડોદરા આવી બાઈક ચોરી કરીને ગુનાઓને અંજામ આપતા હોવાનું ખુલ્યું હતું.

આ આરોપીને પકડવા માટે વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઉત્તર પ્રદેશના શામલી જિલ્લાના પતની પ્રતાપુર ટોલનાકા સુધી પહોંચી હતી. અહીં ક્રાઇમ બ્રાન્ચના જવાનોએ ટોલ પ્લાઝાના કર્મચારી તરીકે વેશ પલ્ટો કરી ફિલ્મી ઢબે જાળ બિછાવી હતી.

આ ઓપરેશન દરમિયાન કુખ્યાત આંતરરાજ્ય બાવરિયા ગેંગના સાગરીત મેજરસિંગ જોગાસિંગ સિંગને દબોચી લેવામાં આવ્યો હતો. આરોપીની ધરપકડ બાદ કરવામાં આવેલી પૂછપરછમાં વડોદરા શહેરમાં થયેલા ત્રણ ચેન સ્નેચિંગના ગુનાનો ભેદ ઉકેલાયો છે.

આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે હજુ ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે અને તેમની શોધખોળ માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચની આ કાર્યવાહીથી શહેરમાં ચેન સ્નેચિંગ કરનારા ગુનેગારોમાં ભયનો માહોલ સર્જાયો છે.

Related posts

ઉતરાયણ પૂર્વે લખનવી કારીગરોની વડોદરા આગમન, પરંપરાગત માંજા દોરી બનાવટ શરૂ

admin

નવનાથ કાવડયાત્રા સમિતિ દ્વારા પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે 11મી કાવડયાત્રા યોજવામાં આવી

admin

વડોદરા જિલ્લાના વાઘોડિયા GIDCમાં ડોમેક્ષ રોડ પર અકસ્માની ઘટના બની

admin

Leave a Comment