વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં ગત મોડી રાત્રે એક અત્યંત દુઃખદ ઘટના બની હતી, જેમાં નિવૃત્ત DYSPના પુત્રનું નિધન થયું છે. ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
મૃતકના પરિવારજનોએ માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ફરિયાદ લેવામાં ન આવતાં મામલો ચર્ચાનો વિષય બન્યો હતો. આ બાબતની જાણ થતા પૂર્વ વિપક્ષી નેતા અમીબેન રાવત તાત્કાલિક માંજલપુર પોલીસ મથક પહોંચ્યા હતા અને પરિવારને ન્યાય મળે તે માટે રજૂઆત કરી હતી.
પોલીસ મથક બાદ અમીબેન રાવત પોસ્ટમોર્ટમ (PM) માટે પહોંચ્યા હતા, જ્યાં તેમણે શોકગ્રસ્ત પરિવારજનોને સાંત્વના પાઠવી હતી અને આ દુઃખદ ઘડીએ પરિવારની સાથે હોવાનો વિશ્વાસ આપ્યો હતો.
આ ઘટના બાદ સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે અને જવાબદાર સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.

