Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં 31 ડિસેમ્બરની ઉજવણી માટે પોલીસ સજ્જ, નિયમ તોડનારાઓ સામે થશે કડક કાર્યવાહી

વડોદરા શહેરમાં આગામી 31 ડિસેમ્બરની રાત્રે શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ બન્યું છે. કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે વડોદરા પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે કડક સૂચનાઓ જારી કરી છે.

મીડિયા સાથેની વાતચીતમાં પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, શહેરના તમામ ભીડભાડવાળા વિસ્તારો તેમજ અવાવરું સ્થળો પર પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. અસામાજિક તત્વો ઉજવણીમાં ખલેલ ન પહોંચાડે તે માટે પોલીસની વિશેષ ટીમો વાહનો સાથે પેટ્રોલિંગ કરશે.

તેમણે સ્પષ્ટ ચેતવણી આપી હતી કે, જો કોઈ વ્યક્તિ કાયદો હાથમાં લેશે કે અનિચ્છનીય પ્રવૃત્તિમાં સંડોવાશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. મહિલાઓની સુરક્ષા માટે ‘શી ટીમ’ તૈનાત રહેશે, જ્યારે શહેરમાં વાહનવ્યવહાર સરળ રહે તે માટે ટ્રાફિક પોલીસ પણ વિશેષ એક્ટિવ રહેશે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં ‘ડ્રિંક એન્ડ ડ્રાઇવ’ સામે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. હાલ સુધી કોઈ પણ ફાર્મહાઉસ કે હોટેલ દ્વારા ઉજવણી માટે મંજૂરી માગવામાં આવી નથી, તેમ છતાં તમામ હોટેલ અને પાર્ટી પ્લોટના માલિકોને નિયમોનું કડક પાલન કરવા તાકીદ કરવામાં આવી છે.

પોલીસ તંત્રએ શહેરવાસીઓને અપીલ કરી છે કે તેઓ ન્યૂ યરની ઉજવણી શાંતિપૂર્વક કરે અને કાયદા તથા નિયમોનું પાલન કરી પોલીસને સહકાર આપે.

Related posts

વડોદરાના છાણી ટી.પી.13 વિસ્તારમાં વ્રજભૂમિ ગરબા મહોત્સવમાં સૌ ખેલાયો માટે નિઃશુલ્ક પ્રવેશ

admin

વડોદરાના પાણીગેટ વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં લાગી ભયંકર આગ, દૂર સુધી દેખાઈ જ્વાળાઓ

admin

વડોદરા પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલા ૧.૩૪ કરોડથી વધુ કિંમતના વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવાયું

admin

Leave a Comment