35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

કમિશનરની વિઝિટ બાદ સફાળું જાગ્યું તંત્ર, ઇ-વોર્ડ 14માં દબાણ હટાવ કાર્યવાહી

મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ ની ઓચિંતી મુલાકાત બાદ પાલિકા તંત્ર સફાળું જાગ્યું છે. કમિશનરની સૂચનાઓના પગલે ઇ-વોર્ડ નંબર 14 વિસ્તારમાં દબાણ શાખા દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
નવા બજાર અને મંગળ બજાર જેવા વ્યસ્ત વિસ્તારોમાં રસ્તા પર થયેલા દબાણો અને ઓટલાં હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. લાંબા સમયથી ચાલતા ગેરકાયદેસર દબાણોના કારણે નાગરિકો અને વાહનચાલકોને પડતી મુશ્કેલીઓ અંગે અનેક ફરિયાદો આવી રહી હતી, જેને ધ્યાનમાં લઈ દબાણ શાખા એક્શનમાં આવી હતી.
પાલિકા અધિકારીઓ અને કર્મચારીઓની હાજરીમાં દબાણ દૂર કરી રસ્તાઓ ખુલ્લા કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહીથી સ્થાનિક નાગરિકો અને વેપારીઓમાં પણ ચર્ચા જોવા મળી હતી.
કમિશનરની વિઝિટ બાદ તરત જ થયેલી આ કાર્યવાહીથી પાલિકા તંત્ર હવે મેદાનમાં ઉતર્યું હોવાનું સ્પષ્ટ બન્યું છે અને આગામી દિવસોમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં આવી જ રીતે દબાણ હટાવ અભિયાન ચાલુ રહેશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

Related posts

ખાડાઓના વિરોધમાં કોંગ્રેસની “ખાડોદરા દર્શન યાત્રા” ઢોલ-નગારાં સાથે વિરોધ પ્રદર્શન

admin

બંધ મકાનના કમ્પાઉન્ડમાં PCBની રેડ, સંતાડી રાખેલો દારૂનો જથ્થો ઝડપાયો

admin

ડભોઇ તાલુકાના કુંઢેલા ગામે MGVCLની ઘોર બેદરકારી ખુલ્લા વીજ વાયરો અને લટકતો થાંભલો મોતને આમંત્રણ આપે છે

admin

Leave a Comment