43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇ દયારામ કેળવણી મંડળ પ્રમુખ દીપકભાઈ ગોપાલભાઈ ભોઇવાલા રીબીન કાપી આનંદમેળો ખુલ્લો મુક્યો

ડભોઇ દયારામ કેળવણી મંડળ પ્રમુખ દીપકભાઈ ગોપાલભાઈ ભોઇવાલા રીબીન કાપી આનંદમેળો ખુલ્લો મુક્યો હતો. આનંદ મેળાનો લાભ વાલીઓ, વિદ્યાર્થીઓ, મિત્રો સહિત નગરજનોએ લેતા અસંખ્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા.

ડભોઈ શ્રી દયારામ કેળવણી મંડળ શાળાઆ નંદમેળો યોજા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો ડભોઇની જાણીતી શ્રી દયારામ કેળવણી મંડળ સંસ્થા દ્વારા દીપકભાઈ ગોપાલભાઈ ભોઈવાલા દ્વારા આનંદ મેળો યોજાયો હતો. જેમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ જુદા જુદા 36 સ્ટોલ લગાવી સ્કૂલના પ્રાંગણમાં વેપાર માંડ્યો હતો. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા 36 જેટલા સ્ટોલ લગાવી ગ્રાહકોને કઈ રીતના આકર્ષિત કરવા અને વેપાર ધંધા કઈ રીતના પાર પાડવા તેમજ નફા નુકસાન સહિત વેપારને સંપૂર્ણ રીતે સફળ બનાવવા પોતે લગાવેલા સ્ટોલથી વેપારનું જ્ઞાન મેળવવાનો પ્રયત્ન કર્યો હતો.

વિદ્યાર્થીઓમાં આંતરિક શક્તિ ખીલવવા તેમજ ખરીદ-વેચાણ, નફો- નુકસાન સહિત બજારના વેપારથી માહિતગાર
કરવાના આશય સાથે શાળાના સંચાલકો દ્વારા આનંદમેળાનું સુંદર અને સફળ આયોજન કર્યું હતું.
શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સહિત વાલીઓમાં શાળાની પ્રવૃત્તિની પ્રશંસા થવા પામી હતી. શાળાના પ્રાંગણમાં લાગેલા સ્ટોલમાં ફુટ સલાડ, ચોકલેટ લોલી સ્ટીકસ, કપ કેક્સ, ફ્રેન્ચ ફ્રાઈઝ, દહીંવડા, આલુપૂરી, દહીંપુરી, પાપડીનો લોટ, પાઉંભાજી, ચણાજોર ગરમ, કોટન કેન્ડી, પેસ્ટ્રી, ખીચું, સેન્ડવિચ, ચટપટી, લસ્સી, રોઝેરો, ચાઈનીઝ નુડલ્સ, પાપડી ચાટ, પોટેટો રિસલ, ભેલ, બટાકા ભૂંગડા, પફ જમ્પિંગ ઢીંગલા વગેરે જેવી ચીજ વસ્તુઓના સ્ટોલ લગાવી સાથી વિદ્યાર્થી મિત્રો અને વાલીઓમાં આકર્ષણ જમાવી ધંધા વેપારની આંતરિક શક્તિ સિદ્ધ કરવા પ્રયત્ન કર્યો હતો આ પ્રસંગે દયારામ કેળવણી મંડળ પ્રમુખ દીપકભાઈ ગોપાલભાઈ ભોઈવાલા સુનિલભાઈ ડી રાઠવા યોગેશભાઈ પટેલ લાલજીભાઈ ચૌધરી નિરલ કે.શાહ.અનિલભાઈ ચાવડા આશાબેન કાપડિયા શીતલબેન ઠાકર મોટી સંખ્યામાં શિક્ષકો અને વાલીઓ અને બાળકો પછી રહ્યા હતા

Related posts

શ્રી શિવરાય સંગઠન દ્વારા સલાટ વાળા શિવાજી ચોક ખાતે છત્રપતિ શિવાજી મહારાજની અર્ધપ્રતિમાને અભિષેક કરી પુષ્પાંજલિ કરવામાં આવી

admin

વર્ક વિઝાના બહાને લાખોની ઠગાઈ, એક વર્ષથી વોન્ટેડ મહિલા ઝડપાઈ

admin

વડોદરા શહેરના ટ્રાફિક પોલીસ વિભાગે વાહનચાલકોની સુરક્ષા માટે એક મહત્વપૂર્ણ પહેલ કરી

admin

Leave a Comment