36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

માંજલપુરમાં દુખદ ઘટના : બે વર્ષની બાળકીના મૃત્યુ બાદ પોસ્ટમોર્ટમ મુદ્દે તંગદિલી

વડોદરા શહેરના માંજલપુર વિસ્તરમાં રહેતા ગીરીશકુમારની દીકરી હેતવી (ઉંમર : અંદાજે ૧ વર્ષ ૧૧ મહિના)ને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ લવાવવામાં આવી હતી. પરંતુ સારવાર દરમિયાન સવારે ચાર વાગ્યે અચાનક બાળકીનું મોત થતા પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.

પરિવારે દીકરીની અંતિમવિધિ માટે હોસ્પિટલમાંથી દેહ સોંપવાની માંગ કરી હતી, પરંતુ હોસ્પિટલના ડોક્ટરોએ નિયમ મુજબ પોસ્ટમોર્ટમ જરૂરી હોવાનું જણાવ્યું હતું. પરિવાર પોસ્ટમોર્ટમ ન કરાવવા માંગતો હતો, જેને પગલે એમએલઓ દ્વારા પીએસઆઈ પાસેથી ‘પોસ્ટમોર્ટમ ન કરવાનું’ લખાણ લાવવા સૂચના આપવામાં આવી.

પરિવારે પીએસઆઈ પાસેથી જરૂરી લખાણ મેળવી હોસ્પિટલમાં રજૂ કર્યું, પરંતુ એમએલઓએ આ લખાણ માન્ય ન ગણતા તેમાં ખામી હોવાનું જણાવ્યું અને ફરીથી પીઆઈ પાસેથી નવું લખાણ લાવવાની વાત કરી. પરિવાર ફરીથી પીઆઈ પાસેથી લખાણ લઇ આવ્યો, પરંતુ હોસ્પિટલ તરફથી તેમાં પણ બે ટાઈમલાઇન ઉમેરવાની માંગણી કરાઈ હોવાનું પરિવારનો આક્ષેપ છે.

આ પ્રક્રિયાની અવરજવર વચ્ચે પરિવાર પોતાની બે વર્ષની દીકરીનું અંતિમ સંસ્કાર કરવા માટે હોસ્પિટલ તરફથી અંતિમ નિર્ણયની રાહ જોતો નજરે પડ્યો હતો.

Related posts

પોલીસ એક્શન… કાચ વાળી માંજતા વેપારીઓની અટકાયત

admin

રાહુલ ગાંધીએ વડાપ્રધાન પર અભદ્ર ટિપ્પણી કરતા ભારતીય જનતા પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન…

admin

ઓપરેશન ‘પરાક્રમ’ હેઠળ ગ્રામ્ય એલસીબીની મોટી સફળતા, પ્રોહિબિશન કેસમાં વોન્ટેડ આરોપી ઝડપાયો

admin

Leave a Comment