Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ઉત્તરાયણ નિમિત્તે ટુ-વ્હીલર ચાલકો માટે સેફ્ટી બેન્ડ વિતરણ : અવર વડોદરા ન્યૂઝની માર્ગ સલામતી માટે અનોખી પહેલ

ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને શહેરમાં ટુ-વ્હીલર ચાલકોની સુરક્ષા માટે અવર વડોદરા ન્યૂઝ પ્લેટફોર્મ દ્વારા આજે વિશાળ સેફ્ટી બેન્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ અભિયાન આદિક્યોરા હોસ્પિટલ, કોર્ટ યાર્ડ ગ્રુપ અને એક્સક્લુઝિવ વિઝનના સહયોગથી સફળતાપૂર્વક પૂર્ણ થયું.

કાર્યક્રમ હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં 50 હજારથી વધુ નાગરિકોને સેફ્ટી બેન્ડના મફત વિતરણ કરવામાં આવ્યા. આ બેન્ડ ખાસ કરીને ઉત્તરાયણ દરમ્યાન દોરીથી થતા ગળા અને હાથની ઇજાઓથી બચાવ માટે ઉપયોગી હોવાનું આયોજનકર્તાઓએ જણાવ્યું હતું. નાગરિકોમાં આ અભિયાનને લઇને ઉત્સાહભર્યો પ્રતિસાદ જોવા મળ્યો હતો.

આ અવસરે મુખ્ય અતિથિ તરીકે વડોદરા પોલીસ કમિશનર શ્રી નરસિંહમાં કોમર ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે ભાજપના મહામંત્રી શ્રી સત્યન કુલબકર પણ ખાસ હાજર રહ્યા હતા. મહેમાનો દ્વારા માર્ગ સુરક્ષાને પ્રાથમિકતા આપવાની તેમજ ઉત્તરાયણ દરમિયાન સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી હતી.

અવર વડોદરા ન્યૂઝ પ્લેટફોર્મ દ્વારા યોજાયેલ આ પહેલને શહેરમાં માર્ગ સલામતી અને સામાજિક જવાબદારીનું મહત્વપૂર્ણ ઉદાહરણ ગણવામાં આવી રહ્યું છે.

Related posts

રુક્મણી ચૈનાની પ્રસૂતિગૃહમાં સગીરાની ડિલિવરી થતાં જ યુવક જતો રહ્યો હતો

admin

મહેદવીયા હાઇસ્કૂલ,ડભોઈ ખાતે સરસ્વતી સાધના યોજના હેઠળ સાયકલ વિતરણ કાર્યક્રમ યોજાયો

admin

વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તાર સુભાનપુરા ખાતે શિશુ ગરબા મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું

admin

Leave a Comment