SSGમાં 16 વર્ષની સગીરા માતા બની. 13 દિવસની બાળકી ત્યજી પલાયન થઈ
કેસની ફાઈલમાં દાહોદનું, બાળકીની ફાઈલમાં લીમખેડાનું સરનામું હતું
સયાજી હોસ્પિટલની રૂકમણી ચૈનાની વોર્ડમાં એક સગીરા નવજાત બાળકીને છોડીને જતા રહેતા રાવપુરા પોલીસને આ વિશે જાણ કરવામાં આવી હતી. હાલમાં બાળકીની દેખરેખ હોસ્પિટલના સ્ટાફ દ્વારા કરવામાં આવી રહી છે, તો બીજી તરફ લીમખેડા પોલીસ બાળકીની માતાની શોધ હાથ ધરી હતી.
સયાજી હોસ્પિટલમાં ઘણીવાર એવા કિસ્સાઓ સપાટી પર આવતા હોય છે, જેમાં માતાઓ પોતાના નવજાત બાળકોને તરછોડીને જતા રહેતી હોય છે અને ઘણીવાર બાળકો પણ ઉઠાવી જવાના કિસ્સાઓ પણ સામે આવતા
તબીબો દ્વારા બાળકીનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે
નવજાત બાળક હોવાને કારણે બાળકીને ખાસ કાળજીની જરૂર હોય છે અને માતાના ધાવણની પણ જરૂર હોય છે. જેથી હાલમાં માતા ન હોવાને કારણે હોસ્પિટલ તંત્ર દ્વારા બાળકીનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને તેને મીલ્ક બેંકમાંથી દુધ પીવડાવવામાં આવી રહ્યું છે.
વ્યક્તિગત રીતે હું આ બાબતે તપાસ કરી રહી છું
જ્યારે મને જાણ થઈ ત્યારે કેસફાઈલમાં દાહોદનું સરનામું હોવાને કારણે ત્યાનાં ટાઉન પોલીસને મે જાતે ફોન કરીને ઘટના જણાવી જેથી તેઓએ તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. પરિવાર દાહોદનું નહોતું. બાળકીની ફાઈલમાં લીમખેડાનું સરનામું હતું. પોલીસને જાણ કરી છે. હું સતત બે દિવસથી આ કેસના ફોલોઅપમાં છું » ડો શેરબાનુ પઠાણ, ઈનચાર્જ આરએમઓ
હોય છે. ત્યારે રૂકમણી ચૈનાની હોસ્પિટલમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. છોટાઉદેપુરના અંતિયાળ ગામમાંથી 16 વર્ષીય સગીરા 9 મહિનાની પ્રેગ્નેન્સી સાથે દાખલ થઈ હતી.
સગીરાએ એક સ્વસ્થ બાળકીને જન્મ આપતા તબીબોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો, કારણ કે માતાની વય પરિવક્વ ન હોવાને કારણે તબીબોને ચિંતા હતી. જોકે બાળકીના જન્મ સાથે જ તેની સાથે
જતો યુવાન રહ્યો હતો. માતાની તે તબીયત થોડી ખરાબ હોવાને કારણે માતા અને બાળકને હોસ્પિટલમાં જ રાખવામાં આવ્યા હતા.
જોકે બાળકીના જન્મના 13માં દિવસે સગીર માતા પણ હોસ્પિટલમાં બાળકીને મૂકીને જતી રહી હતી. જેથી હોસ્પિટલ તંત્રએ તાત્કાલિક રાવપુરા પોલીસને જાણ કરવામાં આવી હતી. મામલો ગંભીર હોવાને કારણે પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી, જોકે સગીરાએ જે ફોન નંબર અને પોતાનું સરનામું લખાવ્યું હતું તે ખોટું નીકળ્યું હતું. જેથી આ બાબકે લીમખેડા પોલસને જાણ કરતા તેઓએ આ બાબતે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી.

