33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

તંત્રની ઘોર બેદરકારી ડભોઈ-કરનેટ કેનાલ પર રેલિંગના અભાવે ઇકો કાર ખાબકી, બેનો આબાદ બચાવ

ડભોઈથી કરનેટ જતી નર્મદાની મુખ્ય કેનાલ પર આજે વહેલી સવારે એક મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ છે. કેનાલ પર પ્રોટેક્શન રેલિંગ ન હોવાને કારણે એક ઇકો કાર સીધી કેનાલમાં ઉતરી ગઈ હતી. સદનસીબે, સ્થાનિક લોકોની સમયસૂચકતાને કારણે કારમાં સવાર બે વ્યક્તિઓનો જીવ બચી ગયો છે, આજે વહેલી સવારે એક ઇકો ગાડી કરનેટ તરફથી આવી રહી હતી. આ દરમિયાન સામેથી આવતા એક બાઈક સવારને બચાવવા જતાં ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. કેનાલના કિનારે સુરક્ષા માટે કોઈ પણ પ્રકારની રેલિંગ કે પ્રોટેક્શન વોલ ન હોવાથી કાર સીધી કેનાલના ધસમસતા પ્રવાહમાં ખાબકી હતી.

​સ્થાનિકો બન્યા દેવદૂત ગાડી કેનાલમાં પડતા જ અંદર સવાર લોકોએ બૂમાબૂમ કરી મૂકી હતી. અવાજ સાંભળીને આસપાસના ગ્રામજનો અને રાહદારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોકોએ ભારે જહેમત બાદ કારમાં ફસાયેલા બંને મુસાફરોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ બંનેને સામાન્ય ઈજાઓ પહોંચી છે, પરંતુ એક મોટી જાનહાનિ ટળી છે.
​નર્મદા નિગમના અધિકારીઓ સામે રોષ:
​આ અકસ્માતને પગલે સ્થાનિકોમાં નર્મદા નિગમના અધિકારીઓ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો આક્ષેપ છે કે​વારંવાર રજૂઆતો કરવા છતાં કેનાલ પર રેલિંગ નાખવામાં આવતી નથી.અધિકારીઓની બેદરકારીને કારણે નિર્દોષ વાહનચાલકોના જીવ જોખમમાં મુકાય છે.શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે? તેવો સવાલ પણ ઉઠાવવામાં આવ્યો છે.જો આજે લોકો સમયસર ન પહોંચ્યા હોત તો બે પરિવારોએ પોતાના સ્વજન ગુમાવ્યા હોત. તંત્ર હવે તો જાગે એક સ્થાનિક પ્રત્યક્ષદર્શી હવે જોવાનું એ રહ્યું કે આ અકસ્માત બાદ પણ નર્મદા નિગમ સફાળું જાગીને રેલિંગનું કામ પૂર્ણ કરશે કે પછી હજુ પણ કોઈ ગંભીર દુર્ઘટનાની રાહ જોશે?

Related posts

વડોદરા આજવા રોડ પાસે ખરાબ રસ્તા ને લઈ કાર અકસ્માત

admin

વડોદરા શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેતા લોકોને શિયાળામાં ગરમીનો અનુભવ થયો

admin

વડોદરા શહેરના સેવાસી પાસે આવેલું ધ કન્ટેનર પાર્કમાં નોકરી કરતા વૃદ્ધનું મોત થતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો

admin

Leave a Comment