ડભોઇ: સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો મુખ્ય માર્ગ અત્યારે મુસાફરો માટે જોખમી બન્યો છે. ડભોઇ તાલુકાના ચનાવાડા અને અકોટી ગામ વચ્ચે ઓરસંગ નદી પર આવેલા ઓવરબ્રિજ ના વણાક પર સ્થિતિ અત્યંત ગંભીર છે, છતાં તંત્ર મૌન સેવીને બેઠું હોય તેવું લાગી રહ્યું છે મુખ્ય સમસ્યાઓ જે અકસ્માતને આપી રહી છે આમંત્રણ તૂટેલી રેલિંગ ઓરસંગ બ્રિજ પરના જોખમી વણાંક પાસે અનેક જગ્યાએ લોખંડની સુરક્ષા રેલિંગ તૂટી ગઈ છે. આ તૂટેલી રેલિંગ અત્યારે રોડ પર નડતરરૂપ બની રહી છે, જેના કારણે વાહનચાલકોને અચાનક કાપ મારવો પડે છે.
ગાયબ થયેલા સાઇન બોર્ડ વણાંક સૂચવતા રેફલેક્ટર અને સાઇન બોર્ડ કાં તો તૂટી ગયા છે અથવા જમીનદોસ્ત થઈ ગયા છે. રાત્રિના સમયે અજાણ્યા વાહનચાલકો માટે આ રસ્તો ડેથ ટ્રેપ સમાન બની જાય છે.વધતા અકસ્માતો: સ્થાનિકોના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક સમયથી અહીં નાના-મોટા અકસ્માતોની હારમાળા સર્જાઈ રહી છે. તેમ છતાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી.
વિશ્વ વિખ્યાત પ્રવાસન સ્થળનો માર્ગ છતાં ઉપેક્ષા કેમ સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) જવા માટે આ મુખ્ય માર્ગ છે. દરરોજ હજારો પ્રવાસીઓ અને સ્થાનિકો આ માર્ગનો ઉપયોગ કરે છે. ડભોઇથી તિલકવાડાને જોડતા આ મહત્વના માર્ગ પર જો કોઈ લક્ઝરી બસ કે મોટું વાહન આ તૂટેલી રેલિંગને અકસ્માત થશે તો તેની જવાબદારી કોણ સ્થાનિકોનો રોષ તંત્ર કોઈ મોટી જાનહાનિ થાય તેની રાહ જોઈ રહ્યું છે? રેલિંગ અને બોર્ડ રિપેર કરવામાં આટલો વિલંબ કેમ? વહેલી તકે આ ભયજનક વણાંકને સુધારવામાં આવે તે જરૂરી છે મુખ્ય માંગણીઓ વણાંક પર રેફલેક્ટર અને દિશા સૂચક બોર્ડ ફરીથી વ્યવસ્થિત લગાવવામાં આવે.
રાત્રિના સમયે પૂરતી લાઈટિંગની વ્યવસ્થા કરવામાં આવે જેથી અકસ્માતો અટકાવી શકાય.

